Photos: બીજી ટી20 માટે લખનઉ પહોંચી ટીમ ઇન્ડિયા, હાર્દિક દેખાયો આવા 'સ્ટાઇલિશ લૂક'માં....
India vs New Zealand: ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચ માટે લખનઉ પહોંચી ચૂકી છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા સ્ટાઇલિશ લૂકમાં જોવા મળ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ટી20 સીરીઝની બીજી મેચ આજે લખનઉમાં રમાશે. આ પહેલા ભારતને રાંચી ટી20માં કીવી ટીમ સામે 21 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયા બીજી ટી20 મેચ માટે પહોંચી ત્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા સ્ટાઇલિશ લૂકમાં જોવા મળ્યો, એટલુ જ નહીં સાથે સાથે ઇશાન કિશન પણ સ્ટાઇલિશ લૂકમાં જ દેખાયો. (તસવીરો - પીટીઆઇ)
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી ટીમ ઇન્ડિયાએ સીરીઝમાં પહેલી મેચ ગુમાવી દીધી છે. અને હવે આગળની બે મેચો ભારત માટે કરો યા મરો છે. આજે બીજી મેચ જીતીને સીરીઝમાં ટીમ ઇન્ડિયા વાપસી કરવા માંગશે. હાર્દિક પંડ્યા ચશ્મા પહેરીને જોવા મળ્યો. ફેન્સ પણ તેની સ્ટાઇલ પર ફિદા થયા છે. (તસવીરો - પીટીઆઇ)
ટીમ ઇન્ડિયાની બસમાં વૉશિંગટન સુંદર પણ દેખાયો, તે કેપ પહેરીને બેઠો હતો, તેને રાંચીમાં રમાયેલી પ્રથમ ટી20માં બેટિંગ અને બૉલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. (તસવીરો - પીટીઆઇ)
ભારતીય સ્ક્વૉડમાં પૃથ્વી શૉને લાંબા સમય બાદ એન્ટ્રી મળી છે. પૃથ્વીની વાપસી તો થઇ છે પરંતુ હજુ સુધી મેચ રમવાનો મોકો નથી મળી શક્યો. રાંચી ટી20માંથી બહાર હતો પરંતુ રિપોર્ટ છે કે, આજે લખનઉમાં પૃથ્વી શૉને મોકો મળી શકે છે.
ભારતીય ટીમની સાથે સાથે ન્યૂઝીલેન્ડની ટીમ પણ લખનઉ પહોંચી ગઇ છે. ન્યૂઝીલેન્ડે રાંચીમાં શાનદાર પ્રદર્શન કરીને જીત નોંધાવી હતી. કીવી ટીમ આજે જીત સાથે સીરીઝ સીલ કરવાનો પ્રયાસ કરશે. (તસવીરો - પીટીઆઇ)