IND vs WI: ટીમ ઈન્ડિયા ODI સિરીઝ માટે અમદાવાદ પહોંચી, ચહલે ધવન સાથે ફોટો શેર કર્યો
India vs West Indies ODI Series Ahmedabad: 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થનારી ત્રણ મેચની આંતરરાષ્ટ્રીય ODI સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અમદાવાદ પહોંચી ગયા છે. બધા ખેલાડીઓ રવિવાર અને સોમવાર વચ્ચે બાયો બબલમાં પ્રવેશ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, તેઓ ત્રણ દિવસ માટે આઈસોલેશનમાં રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિત શર્મા આ શ્રેણી દરમિયાન પ્રથમ વખત નિયમિત સુકાની તરીકે ભારતની મર્યાદિત ઓવરોની ટીમમાં પ્રવેશ કરશે. પગના સ્નાયુમાં ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા જઈ શક્યો ન હતો.
લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે શનિવારે અમદાવાદ જવાની તસવીર પોસ્ટ કરી હતી. તે પ્લેનમાં શિખર ધવન સાથે બેઠો હતો. સ્પિનર કુલદીપ યાદવની ટીમમાં વાપસી થઈ છે જ્યારે લેગ સ્પિનર રવિ બિશ્નોઈને પ્રથમ વખત ટીમમાં જગ્યા મળી છે.
કોવિડ-19ના જોખમને ધ્યાનમાં રાખીને, બીસીસીઆઈએ ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને સમાન ટી-20 ઈન્ટરનેશનલ મેચોના સ્થળોની સંખ્યા ઘટાડીને બે કરી દીધી છે. ત્રણેય T20 કોલકાતામાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટી20 શ્રેણી જીત્યા બાદ ભારત પહોંચશે.
રવિ બિશ્નોઈ