Virat Kohli Bithday: તે સમયે અનુષ્કાનું નામ સાંભળતા જ ધ્રૂજવા લાગ્યો હતો વિરાટ, જન્મદિવસ પર વાંચો કપલની પહેલી મુલાકાતનો કિસ્સો

Virat Kohli Birthday: ટીમ ઇન્ડિયા અત્યારે આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 રની રહી છે, આજે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો જન્મદિવસ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે 35 વર્ષનો થઈ ગયો છે. તેને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. આજે અમે તમને આ સ્ટાર કપલની પહેલી મુલાકાતની એક ઇન્ટરેસ્ટિંગ સ્ટૉરી બતાવી રહ્યાં છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી બી-ટાઉનમાં ફેન્સની ફેવરિટ જોડીમાંથી એક છે. જેઓ કેટલીયે વાર પોતાની કેમેસ્ટ્રી માટે લાઈમલાઈટમાં રહે છે. આજે અભિનેત્રીનો પતિ વિરાટ કોહલી પોતાનો 35મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ ખાસ દિવસે અમે તમારા માટે આ સ્ટાર કપલની પહેલી મુલાકાતની ઇન્ટરેસ્ટિંગ સ્ટૉરી લઈને આવ્યા છીએ. આ સાંભળીને તમે પણ હસવાનું રોકી નહીં શકો...

આ વાતનો ખુલાસો ખુદ વિરાટ કોહલીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. વિરાટે કહ્યું હતું કે, જ્યારે તે અનુષ્કાને પહેલીવાર મળવાનો હતો. તેથી તે ખૂબ જ નર્વસ થઈ ગયો. કારણ કે તે સમજી શકતો ન હતો કે તે બૉલીવુડ સ્ટાર સાથે કેવી રીતે વાત કરશે.
તેમની પહેલી મુલાકાતની ઘટનાને યાદ કરતાં વિરાટે કહ્યું હતું કે, મને યાદ છે કે આ વર્ષ 2013ની વાત છે. જ્યારે મારા મેનેજરે મને કહ્યું કે મારે અનુષ્કા સાથે એક એડ શૂટ કરવાની છે. આ સાંભળતા જ હું ખૂબ જ નર્વસ થઈ ગયો હતો.
આ દરમિયાન કોહલીએ એમ પણ કહ્યું હતું કે, “જ્યારે હું અનુષ્કાને મળ્યો ત્યારે હું સમજી શક્યો ન હતો કે તે કેટલી ઉંચી હતી. આવી સ્થિતિમાં તેની હીલ્સ જોઈને મેં તેને પૂછ્યું કે તને આનાથી વધારે કંઈ પહેરવાનું નથી મળ્યું? આના જવાબમાં તેણે કહ્યું, માફ કરશો?
વિરાટે આગળ કહ્યું કે, તે મીટિંગ પછી અમે મિત્રો બન્યા. પછી ધીમે-ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને અમે ડેટિંગ કરવા લાગ્યા.
ઉલ્લેખનીય છે કે, વિરાટ અને અનુષ્કાના લગ્ન વર્ષ 2017માં થયા હતા. બંને હવે એક દીકરી વામિકાના માતા-પિતા છે. સમાચાર મુજબ, હવે બંને બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે.