Ruturaj Wedding: ધોનીનો માનીતો ઋતુરાજ હવે થયો ઉત્કર્ષાનો, જુઓ દુલ્હા-દુલ્હનની લગ્નની ક્યૂટ તસવીરો
Ruturaj Gaikwad Wedding: IPL 2023ના અંત સાથે જ હવે ધોનીનો માનીતો ક્રિકેટર અને ચેન્નાઇ સુપર કિંગ્સનો ઓપનર ઋતુરાજ ગાયકવાડ લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. શનિવારે એટલે કે 3 જૂને ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્રની ક્રિકેટર ઉત્કર્ષ પવાર સાથે સાત ફેરા ફરી લીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબંનેના લગ્નના તમામ રીતિ રિવાજ મહાબળેશ્વરમાં પૂર્ણ થયા હતા. ઋતુરાજ પાંચમો ક્રિકેટર છે જેને આ વર્ષે લગ્ન કર્યા છે. હાલમાં જ ઉત્કર્ષા પણ IPL ફાઇનલ જીત દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી. તે ખુદ એક ક્રિકેટર છે અને મહારાષ્ટ્ર તરફથી રમી ચૂકી છે. તેને નવેમ્બર 2021માં સીનિયર મહિલા ODI ટ્રૉફીમાં પંજાબ વિરુદ્ધ તેની છેલ્લી મેચ રમી હતી.
શનિવારે ઋતુરાજે પોતાના લગ્ન બાદ લગ્નની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જેના પર લોકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. બંનેના વેડિંગ લૂકને લોકોએ પસંદ કર્યો છે. જાણો અહીં બન્નેના ક્યૂટ વેડિંગ લૂકની શાનદાર તસવીરો....
ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્રની ક્રિકેટર ઉત્કર્ષા પવારને છેલ્લા કેટલાય સમયથી ડેટ કરી રહ્યો હતો. ઉત્કર્ષા અવારનવાર સ્ટેડિયમમાં તેને સપોર્ટ પણ આવતી હતી. લગ્નના ફોટામાં બંનેની કેમેસ્ટ્રી જબરદસ્ત દેખાઇ રહી છે.
ઋતુરાજે લગ્નની કેટલીય તસવીરો શેર કરી છે. ફર્સ્ટ વેડિંગ લૂકમાં બંનેએ મહારાષ્ટ્રીયન લૂક કેરી કર્યો છે. ક્રિકેટરે ઉત્કર્ષાએ સાડી સાથે મેચિંગ પાઘડી પહેરી હતી.
ફર્સ્ટ લૂકમાં ઉત્કર્ષા ગ્રીન નૌવારી સાડી પહેરીને દેખાઇ રહી છે, આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે તેને સોનાના દાગીના પણ પહેરેલા હતા. તેના વાળમાં બન અને તેમાં રહેલા ફૂલો તેને વધુ ક્યૂટ બનાવી રહ્યાં હતા.
બીજીબાજુ, જો આપણે ઋતુરાજ વિશે વાત કરીએ, તો તેને મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી ઑફ-વ્હાઇટ શેરવાની પહેરી હતી. લીલા રંગની પાઘડી તેના દેખાવને પરફેક્ટ બનાવી રહ્યો હતો.
બંનેના બીજા લૂકની વાત કરીએ તો ઋતુરાજ ઓફ-વ્હાઈટ શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. ગળામાં મોતીની માળા અને માથા પરનો સાફા તેને રૉયલ લૂક આપી રહ્યો હતો.
બીજીબાજુ ઉત્કર્ષા ઓફ વ્હાઇટ લેંઘામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ગળામાં હેવી નેકપીસ અને કાનમાં હેવી ઈયરિંગ્સ તેનીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.
તેના બીજા લૂકમાં તેને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી