Photo: ક્રિકેટ વર્લ્ડના લેસ્બિયન કપલ્સ, લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ સંબંધોને કર્યા સાર્વજનિક
લાંબા સમયથી વિશ્વ ક્રિકેટમાં સમલૈંગિક લગ્નને સામાન્ય બાબત તરીકે જોવામાં આવે છે, જેમાં કેટલાક ખેલાડીઓએ તેમના સાથી ખેલાડી સાથેના સંબંધોને લાંબા સમય પછી જાહેર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજના સમયમાં સમલૈંગિક લગ્નને અસામાન્ય માનવામાં આવતું નથી અને ક્રિકેટ જગતની કેટલીક અગ્રણી મહિલા ખેલાડીઓએ પણ સમલૈંગિક લગ્ન કરીને તેનું સમર્થન કર્યું છે. આવો નજર કરીએ વિશ્વ ક્રિકેટના કેટલાક એવા કપલ પર જેમણે સમલૈંગિક લગ્ન કર્યા છે.
વર્ષ 2019 માં ઑસ્ટ્રેલિયન ટીમની ફાસ્ટ બોલર મેગન શૂટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં ફેસિલિટી મેનેજર તરીકે કામ કરનારી જેસ હોલિએક સાથે લગ્ન કર્યા. આ કપલને એક પુત્રી પણ છે જેનો જન્મ વર્ષ 2021 માં ઓગસ્ટમાં થયો હતો અને તેઓએ તેનું નામ રેલી લોયસ શૂટ રાખ્યું છે.
ન્યૂઝીલેન્ડની ટીમની સ્ટાર મહિલા ક્રિકેટર એમી સેટર્થવેટ અને લી તહુહુએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. જ્યારે સેટર્થવેટ ડાબોડી બેટ્સમેન હતી જ્યારે તહુહુ જમણા હાથનો ઝડપી બોલર હતી. બંને એકબીજાને લગભગ 8 વર્ષથી ઓળખતા હતા અને વર્ષ 2014માં સગાઈ કરી લીધી હતી. આ દંપતીને એક પુત્રી પણ હતી જેનો જન્મ 13 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો.
ઓસ્ટ્રેલિયાની ખેલાડી એલેક્સ બ્લેકવેલે લગભગ 8 વર્ષ સુધી ડેટ કર્યા બાદ વર્ષ 2015માં ઈંગ્લેન્ડની લિન્સે એસ્ક્યુ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2013 માં એલેક્સે જાહેરમાં સ્વીકાર્યું કે તે સમલૈંગિક છે. બ્લેકવેલ ઓસ્ટ્રેલિયા માટે 252 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી છે, જ્યારે લિન્સેએ ઈંગ્લેન્ડ માટે 14 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની સ્પિનર જેસ જોનાસને વર્ષ 2018માં સારાહ વર્ને સાથે લગ્ન કર્યા હતા. સારાહને ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ જેસ સતત આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની રમત દ્વારા બધાને પ્રભાવિત કરી રહી છે.
સાઉથ આફ્રિકન ટીમના ખેલાડી ડેન વેઈન નિકેર્ક અને સ્ટાર ઓલરાઉન્ડર મરિજેન કેપે થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. આ બંને ખેલાડીઓએ વર્ષ 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તે મહિલા વર્લ્ડકપના ઇતિહાસમાં પ્રથમ કપલ પણ બન્યું, જેણે આ ઇવેન્ટમાં એકસાથે ભાગ લીધો હતો. (તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે)