IND vs SL: ભારત આજની વનડેમાં આ મોટા ફેરફારો સાથે ઉતરશે મેદાનમાં, જાણો કેવી હશે પ્લેઇંગ ઇલેવન
IND vs SL: ભારતીય ટીમે (Team India) શ્રીલંકા (Sri Lanka) વિરુદ્ધ પહેલી અને બીજી વનડે મેચ જીતીને સીરીઝ પર કબજો જમાવી દીધો છે. ત્રણ મેચોની સીરીઝની આજે અંતિમ મેચ પ્રેમદાસા સ્ટેડિયમાં બપોરે રમાશે. ભારતની નજર શ્રીલંકાનો વ્હાઇટ વૉશ કરવા પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમમાં ચાર ખેલાડી એવા છે જેમને ક્યારેય પણ ઇન્ટરનેશનલ મેચ નથી રમી. રાહુલ દ્રવિડ (Rahul Dravid) પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે દરેકને મોકો આપવો મુશ્કેલ છે. પરંતુ હવે સીરીઝ જીતી લીધી છે તો આ 4 અનકેપ્ડમાંથી કેટલાકને મોકો આપવામાં આવી શકે છે.
મનિષ પાંડે પહેલી વનડેમાં ફ્લૉપ સાબિત થયો હતો, તે 40 બૉલ પર માત્ર 26 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ મનિષ પાંડેને સોશ્યલ મીડિયા પર લોકોએ આડેહાથે લીધો હતો. હવે મનિષ પાંડેની જગ્યાએ ત્રીજી વનડેમાં વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ડેબ્યૂનો મોકો મળી શકે છે. સંજૂ સેમસન આઇપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે.
ભારતીય ટીમના મુખ્ય કૉચ રાહુલ દ્રવિડ મેચમાં લેગ સ્પિનર રાહુલ ચાહરને વનડેમાં ડેબ્યૂનો મોકો આપવા માંગે છે. રાહુલ ચાહરે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે સારુ પ્રદર્શન કર્યુ છે. હવે ત્રીજી વનડેમાં કુલદીપ યાદવની જગ્યાએ રાહુલ ચાહલ ડેબ્યૂ કરી શકે છે. રાહુલ ચાહર ટી20માં ડેબ્યૂ કરી ચૂક્યો છે.
ભારત તરફથી ઓપનિંગમાં શિખર ધવનની સાથે પૃથ્વી શૉને ઉતારવામાં આવે છે, હવે જોવાનુ એ છે કે શૉની જગ્યાએ મેચમાં દેવદત્ત પડિક્કલને મોકો મળી શકે છે કે શું. પૃથ્વી શૉ સારા ફોર્મમાં છે તેને પ્રથમ વનડેમાં 43 રન અને બીજી વનડેમાં 13 રન બનાવ્યા હતા. ઓપનિંગમાં ઋતુરાજ ગાયકવાડને પણ મોકો આપવામાં આવી શકે છે.
ભારતની પુરેપુરી ટીમઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, નીતિશ રાણે, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, રાહુલ ચાહર, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, ચેતન સાકરિયા, નવદીપ સૈની.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન- શિખર ધવન (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ/ઋતુરાજ ગાયકવાડ, સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, નીતિશ રાણા, કૃણાલ પંડ્યા, રાહુલ ચાહર, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની.