IPL 2022 : સ્ટાર ખેલાડીઓના પત્તા કપાતાં આ યુવા ખેલાડીઓને લાગી લૉટરી, કરોડોના લિસ્ટમાં થયા સામેલ, જાણો વિગતે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022 સિઝન માટે રિટેન્શન પ્રક્રિયા મંગળવારે પુરી કરી લેવામાં આવી છે. કઇ ટીમે કયા ખેલાડીઓને રિટેન કર્યા છે અને કયા ખેલાડીઓને રિલીઝ કર્યા છે, તેનુ લિસ્ટ પણ સામે આવી ચૂક્યુ છે. આ લિસ્ટમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળ્યા છે. જુઓ કયા કયા ખેલાડીઓને લાગી લોટરી............
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત (16 કરોડ) દિલ્હી કેપિટલ્સને ગત સિઝનમાં શાનદાર કેપ્ટનશીપ આપીને ટીમને ક્વાર્ટરફાઇનલ સુધી પહોંચાડનારા યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મોટુ ઇનામ મળ્યુ છે. દિલ્હી કેપિટલ્સે રેગ્યૂલર કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કરીને ઋષભ પંતને રિટેન કર્યો છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ - રવિન્દ્ર જાડેજા (16 કરોડ) આ વખતે ચેન્નાઇ સુપર કિંગ્સે મોટો દાવો રમ્યો છે. અનુભવી અને સફળ ખેલાડી એમએસ ધોનીને પાછળ રાખીને રવિન્દ્ર જાડેજા પર વધુ પૈસા ઢોળ્યા છે. રવિન્દ્ર જાડેજાને ચેન્નાઇ સુપર કિંગ્સે સૌથી વધુ 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ - કેન વિલિયમસન (14 કરોડ) સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરને રિલીઝ કરીને વિદેશી ક્રિકેટર તરીકે કેન વિલિયમસનને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. કેન વિલિયમસન શાનદાર કેપ્ટનશીપની સાથે સાથે બેટિંગ માટે મહત્વપૂર્ણ ખેલાડી છે.
પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ (12 કરોડ) પંજાબ કિંગ્સે આ વખતે પોતાના સ્ટાર ખેલાડી અને કેપ્ટન કેએલ રાહુલને છુટો કરી દીધો છે, ફ્રેન્ચાઇઝીએ સ્ટાર ઓપનર મયંક અગ્રવાલ પર દાંવ રમ્યો છે, મયંક અગ્રવાલને પંજાબે 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.
રાજસ્થાન રૉયલ્સ - સંજૂ સેમસન (14 કરોડ) રાજસ્થાન રૉયલ્સની ટીમે આ વખતે પોતાના કેપ્ટન સંજૂ સેમસનને 14 કરોડ રૂપિયાની માતબર રકમ સાથે રિટેન કર્યો છે. રાજસ્થાનમાંથી બેન સ્ટૉક્સ જેવા સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરી દેવામાં આવ્યા છે.
મુંબઇ ઇન્ડિયન્સ - જસપ્રીત બુમરાહ (12 કરોડ) મુંબઇ ઇન્ડિયન્સે આ વખતે જસપ્રીત બુમરાહને 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે, જ્યારે બૉલિંગ લાઇનમાં અન્ય સ્ટાર્સને રિલીઝ કરી દીધા છે.
મુંબઇ ઇન્ડિયન્સ - રોહિત શર્મા (16 કરોડ) વિસ્ફોટક ઓપનર અને શાનદાર કેપ્ટન તરીકે આઇપીએલમાં સફળ થયેલા રોહિત શર્માને મુંબઇ ઇન્ડિયન્સે ફરી એકવાર 16 કરોડ રૂપિયાની માતબર રકમ સાથે રિટેન કર્યો છે.