IPL 2022: જાણીતી સ્પોર્ટ્સ એંકર મયંતી લેંગરની IPLમાં થઈ એન્ટ્રી, જુઓ અત્યાર સુધીની સફર તસવીરોમાં
ગઈકાલે આઈપીએલની 15મી સિઝનની શરુઆત થઈ ચુકી છે. આ સાથે ઘણા સમય બાદ જાણીતી સ્પોર્ટ્સ એંકર મયંતી લેંગરની પણ આઈપીએલમાં વાપસી થઈ છે. ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચની પહેલાના એક શોમાં મયંતી લેંગર રવિ શાસ્ત્રી સાથે દેખાઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્ષની આઈપીએલમાં મયંતી લેંગર મેચના વિવિધ શોમાં એંકરીંગ કરતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, 5 વર્ષ બાદ માયાંતી આઈપીએલ કોમેન્ટ્રીમાં પરત ફરી રહી છે.
મયંતી લેંગરે ભારતના પૂર્વ ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્ની સાથે લગ્ન કર્યા છે. થોડા વર્ષોની રિલેશનશિપ બાદ વર્ષ 2012માં બિન્ની અને મયંતીએ લગ્ન કરી લીધા હતા.
તેના સ્કૂલ અને કોલેજના સમયમાં મયંતીને ફુટબોલ રમવાનું પસંદ હતું. તેણીએ દિલ્લીની સુપર સોકર એકેડેમીમાં ફુટબોલ રમવાની ટ્રેનિંગ પણ લીધી હતી.
મયંતી લેંગરને ક્રિકેટ અને ફુટબોલ એમ બંને રમતનું ભરપુર જ્ઞાન છે. તે અવારનવાર ક્રિકેટ અને ફુટબોલની મેચોમાં એન્કરીંગ કરતી જોવા મળે છે.
વર્ષ 2011ના વર્લ્ડકપમાં ભારતે વિશ્વ ચેમ્પિયનનો તાજ જીત્યો હતો. આ વર્લ્ડકપમાં પણ મયંતી લેંગર એન્કરીંગ માટે પસંદ થઈ હતી અને મયંતીએ જ વર્લ્ડકપમાં એન્કરીંગ કરી હતી. (All photo: Getty Images)