મીરાબાઈ ચાનુએ વજન ના વધે એટલે વરસોથી પિઝા નહોતા ખાધા, મોદી સરકારના ક્યા મંત્રીએ પિઝા ખવડાવી મીરાને કરી દીધી ખુશ ?
મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચી દીધો છે. ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો છે. બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનું પ્રથમ મેડલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેડલ જીત્યા પછી તેણે પીત્ઝા ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે મેં ઓલિમ્પિક માટે ઘણું બલિદાન આપ્યું છે અને પિઝાને સ્પર્શ પણ નથી કર્યો. હું ફક્ત સાદો ખોરાક ખાતી હતો. પરંતુ હવે મારું સ્વપ્ન સાકાર થયું છે, તેથી હું પીત્ઝા ખાવા માંગુ છું.
દેશની દીકરીની આ ઈચ્છા હવે આજીવન આજીવન પૂરી થતી રહેશે. કારણ કે ડોમિનોઝે તેમને આજીવન સુધી પિઝા આપવાની જાહેરાત કરી છે.
એટલું જ નહીં ભારત પરત ફર્યા પછી કાયદા મંત્રી કિરણ રિજિજૂએ મીરાબાઈ ચાનૂને પિઝા ખવડાવ્યા હતા. કિરણ રિજિજૂએ ટ્વીટ પર તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, વેઈટલિફ્ટિંગમાં 49 કિલોગ્રામમાં પોતાનું વજન જાળવવા પિઝા ખાવાની ઇચ્છાને રોકી રાખી હી. હવે મીરાબાઈ ચાનૂ જ્યાં સુધી આગામી ચેમ્પિયનશિપ માટેની તાલીમ શરૂ ન કરે ત્યાં સુધી પીઝા ખાવા માટે સ્વતંત્ર છે.
મીરાબાઈ ચાનૂ કાયદા મંત્રી કિરણ રિજિજૂ સાથે.