Most Demanding Cars: આ ફોર-વ્હીલર્સનો બજારમા છે દબદબો, લોકો ખરીદવા માટે કરે છે પડાપડી
ભારત હવે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જેમાં અમે કેટલીક કારનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારુતિ સુઝુકીએ 1999માં તેની વેગન આર રજૂ કરી હતી, જે બે દાયકા પછી પણ ગ્રાહકોના દિલ પર રાજ કરી રહી છે અને તેની ત્રીજી જનરેશન સાથે કંપનીની સૌથી વધુ વેચાતી કાર છે.
2005માં લોન્ચ થયેલી મારુતિ સુઝુકી સ્વિફ્ટ પણ ગ્રાહકોની ફેવરિટ હેચબેક છે. તે તેની થર્ડ જનરેશન સાથે સૌથી વધુ વેચાતી કારની યાદીમાં પણ સામેલ છે.
મારુતિ સુઝુકીએ 1998માં સેડાન કાર લોન્ચ કરી, બલેનો જે 2007 સુધી બજારમાં વેચાતી રહી. કંપની તેને 2015માં ફરી પાછી લાવી. આ વખતે તે હેચબેક છે જેની ખૂબ ખરીદી કરવામાં આવી રહી છે
આગામી કાર Hyundai i10 છે, જે 2007માં લોન્ચ કરવામાં આવી હતી. જે હજુ પણ કંપનીની સૌથી વધુ વેચાતી કારની યાદીમાં સામેલ છે. i10 Grand Nios તેનું વર્તમાન મોડલ છે.
2008માં લૉન્ચ થયેલી Hyundaiની i20 15 વર્ષ પછી પણ ખૂબ વેચાઈ રહી છે. આ હેચબેકની ગણતરી પ્રીમિયમ કાર્સમાં થાય છે.
બીજી તરફ જો આપણે સેડાન કાર વિશે વાત કરીએ તો હોન્ડા સિટીનો દબદબો હજુ પણ યથાવત છે. આ કાર 26 વર્ષથી માર્કેટમાં રાજ કરી રહી છે.