કોહલી-રોહિત પહેલા આ ચાર ખેલાડીઓ ટી20માં કરી ચૂક્યા છે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ, કોને કેટલી મેચો જીતાડી, જાણો વિગતે
નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ખરાબ હાર બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે કોહલીને હટાવવામાં આવ્યો છે, અને હવે આગામી સીરીઝથી રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનુ કેપ્ટન પદ સંભાળતો દેખાશે. જોકે, બધાની વચ્ચે સવાલ થાય કે ભારતીય ટીમને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં કોને કોને સંભાળી છે, એટલે કે કોને કોને કેપ્ટનશીપ કરી છે, તો ધોની અને કોહલીનુ જ નામ સામે આવશે પરંતુ એવુ નથી અત્યાર સુધી 5 ખેલાડીઓ કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. જાણો કયા કયા છે તે ખેલાડીઓ.........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ 2006માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, અને જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી. બાદમાં ટી20 વર્લ્ડકપ 2007 જીત્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી ભારતીય ટીમ લગભગ 150થી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂકી છે.
1- વિરેન્દ્ર સહેવાગ - 2006 (1 મેચમાં કેપ્ટનશીપ, 1 જીત, 100%)- સહેવાગે 1 લી ડિસેમ્બર 2006ના રોજ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે એકમાત્ર ટી20 મેચમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાં ભારતે જીત મેળવી હતી.
2- મહેન્દ્ર સિંહ ધોની - 2007 થી 2016 (72 મેચોમાં કેપ્ટનશીપ, 42 જીત અને 28 હાર, 59.28%) - ધોનીએ વર્ષ 2007માં ટી20ની કેપ્ટનશીપ મેળવી, આ પછી તેને ટી20 વર્લ્ડકપ 2007 જીતીને ઇતિહાસ રચી દીધો હતો. બાદમાં 2009, 2010, 2012, 2014 અને 2016નો ટી20 વર્લ્ડકપ પણ રમ્યો હતો.
3- સુરેશ રૈના - 2010 થી 2011 (3 મેચો, 3 જીત, 100%) - સુરેશ રૈનાએ ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટી20માં પહેલીવાર ભારતીય ટીમની આગેવાની કરી હતી, તે પ્રવાસમાં બે મેચોમાં રૈનાએ જીત અપાવી હતી. આ પછી વર્ષ 2001માં વેસ્ટ ઇન્ડિઝ સામે એક મેચમાં જીત અપાવી હતી.
4- અજિંક્યે રહાણે - 2015 (2 મેચ, 1 જીત અને 1 હાર, 50%) - રહાણેએ ટીમ ઇન્ડિયાની ટી20માં બે મેચોમાં કેપ્ટનશીપ કરી છે, વર્ષ 2015માં ઝિમ્બાબ્વે સામેની મેચમાં કેપ્ટનશીપ કરી હતી અને તેમાં એક જીત અને એકમાં હાર મળી હતી. હવે કેપ્ટનના લિસ્ટમાં રોહિત શર્મા પણ જોડાઇ ગયો છે.