Tokyo Paralympics 2020: ટોક્યોમાં ભારતના આ પેરા એથ્લીટોએ મેડલની સાથે બનાવ્યા અનોખા રેકોર્ડ, જાણો દરેક વિશે......
અવનિ લેખારાઃ- ભારતની પેરા શૂટર અવનિ લેખારાએ મહિલાઓની 10 મીટર એર સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરતા ગૉલ્ડ મેડલ પર નિશાન સાધ્યુ. ફાઇનલમાં લેખારાએ 249.6ના સ્કૉરની સાથે ફક્ત વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી પરંતુ પેરાલિમ્પિક રમતોનો નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુમિત અંટિલઃ- સુમિત અંટિલે પુરુષોના જેલવિન થ્રૉ ઇવેન્ટની F64 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડની સાથે ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો. સુમિતે ફાઇનલમાં 68.55 મીટર સુધી ભાલા ફેંક આ વર્લ્ડ કીર્તિમાન સ્થાપિત કર્યો.
મનિષ નરવાલઃ- નિશાનેબાજીમાં ભારતના જ એક અન્ય પેરા શૂટર મનિષ નરવાલે પણ પેરાલિમ્પિક રેકોર્ડની સાથે ગૉલ્ડ મેડલ પર કબજો જમાવ્યો. નરવાલે P4 મિક્સ્ડ 50 મીટર પિસ્ટલ SH1 ઇવેન્ટમાં 218.2 પૉઇન્ટના સ્કૉર સાથે નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનવાતા આ ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યુ.
નિષાદ કુમારઃ- ભારત માટે વધુ એક રેકોર્ડ મેડલ એથ્લેટિક્સમાથી આવ્યો, પુરુષોની હાઇ જમ્પ T47 ઇવેન્ટમાં નિષાદ કુમારે એશિયન રેકોર્ડની સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. નિષાદે 2.06 મીટરની ઉંચી કૂદ લગાવીને આ એશિયન રેકોર્ડ કાયમ કર્યો.
પ્રવિણ કુમારઃ- એથ્લેટિક્સમાં જ એકવાર ફરીથી ભારતના વધુ એક પેરા એથ્લેટે એશિયન રેકોર્ડની સાથે સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો. ભારતના પ્રવિણ કુમારે પુરુષોના હાઇ જમ્પ T64 ઇવેન્ટમાં 2.07 મીટરની ઉંચી કુદ લગાવીને એ એશિયન રેકોર્ડ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.