Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શ્રીલંકાને તેના જ ઘરમાં માત આપવા રાહુલ દ્રવિડ ખેલાડીઓને કરાવી રહ્યો છે ખતરનાક પ્રેક્ટિસ, BCCIએ શેર કરી તસવીરો......
નવી દિલ્હીઃ શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા વિરુદ્ધ 13 જુલાઇએ શરૂ થનારી લિમીટેડ ઓવરોની સીરીઝ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. કૉચ રાહુલ દ્રવિડે ખેલાડીઓને સખત અને ખતરનાક પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. જુઓ પ્રેક્ટિસ સેશનની તસવીરો.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે ટેસ્ટ ટીમ બ્રિટનમાં હોવાના કારણે આ પ્રવાસ માટે બીજા લેવલની ટીમની પસંદગી કરી છે. ભારતીય ટીમ સોમવારે શ્રીલંકા પહોંચી હતી, ત્યારબાદ ખેલાડીઓને હૉટલના પોતાના રૂમમાં ત્રણ દિવસ સુધી ક્વૉરન્ટાઇનમાં રહેવુ પડ્યુ હતુ.
શિખર ધવન ટીમનો કેપ્ટન છે, જ્યારે રાષ્ટ્રીય એકેડમી (એનસીએ)ના પ્રમુખ રાહુલ દ્રવિડને મુખ્ય કૉચ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ભુવનેશ્વર કુમારને ટીમનો ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. ખાસ વાત છે કે દ્રવિડ શ્રીલંકાને તેના જ ઘરમાં સીરીઝ હરાવવા ખેલાડીઓને તનતોડ મહેનત કરાવી રહ્યો છે.
ભારતની ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી20 વર્લ્ડકપ પહેલા આ છેલ્લી સીરીઝ હશે. ટીમમાં ચેતન સાકરિયા, કે.ગૌતમ, નીતિશ રાણા, દેવદત્ત પડિકક્લ, વરુણ ચક્રવર્તી અને ઋતુરાજ ગાયકવાડના રૂપમાં છ ખેલાડી એવા છે જેમને હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમી.
ભારતીય ટીમે તાજેતરમાં જ શ્રીલંકામાં પોતાનો ફરજિયાત ક્વૉરન્ટાઇન પીરિયડ પુરો કરી લીધો હતો. આ પછી તમામ ખેલાડીઓ સ્વિમિંગ પુલમાં એક સાથે મસ્તી કરતા દેખાયા હતા.