આઇપીએલમાં કયા બૉલરે વિકેટ લેતા સ્ટેડિયમમાં બેઠેલી તેની પત્ની અચાનક ધ્રૂસકે ને ધ્રૂસકે પડી પડી, જાણો કેમ
ચેન્નાઇઃ ભારતમાં અત્યારે કોરોનાના કેર વચ્ચે દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલ રમાઇ રહી છે. આઇપીએલમાં દરેક ટીમો પોતાનો દમ બતાવીને આગળ વધી રહી છે. આઇપીએલમાં ગઇકાલની મેચમાં એક શાનદાર તસવીરો વાયરલ થઇ જે ખરેખર લોકોને ખુબ પસંદ આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય લેગ સ્પીનર યુજવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) છેવટે આઇપીએલ સિઝન 2021માં પોતાની વિકેટ્સના સુકાપણાને દુર કર્યુ, રવિવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) વિરુદ્ધ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ.
ચહલે લીધી સિઝનની પહેલી વિકેટ... વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર માટે રમી રહેલા ચહલે (Yuzvendra Chahal) રવિવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) વિરુદ્ધ મેચમાં 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ ઝડપી. યુજવેન્દ્ર ચહલે આ IPL સિઝનની પહેલી વિકેટ લીધી હતી.
રડવા લાગી પત્ની ધનાશ્રી વર્મા..... યુઝવેન્દ્ર ચહલે જેવી પોતાની પહેલી વિકેટ ઝડપી તો સ્ટેડિયમમાં બેઠેલી તેની પત્ની ધનાશ્રી વર્મા ઇમૉશનલ થઇ ગઇ અને બાદમાં ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી હતી. તેની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. ખાસ વાત છે કે ચહલને એક વિકેટ લેવા માટે ત્રણ મેચોમાં ઇન્તજાર કરવો પડ્યો હતો.
ધનાશ્રી વર્માની તસવીર વાયરલ.... કેકેઆર વિરુદ્ધ મેચમાં યુજવેન્દ્ર ચહલે 4 ઓવરોમાં 34 રન આપીને 2 વિકેટ ઝડપી, તેને ઓપનર નીતિશ રાણા અને અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિંકને પેવેલિયન મોકલ્યા હતા. ચહલે જેવી નીતિશ રાણાની વિકેટ ઝડપી તો ધનાશ્રી ભાવુક થઇ ગઇ, ધનાશ્રીના આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
આરસીબી પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર.... વિરાટ કોહલીની (Virat Kohli) કેપ્ટનશીપ વાળી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે આઇપીએલ 2021માં જીતની હેટ્રિક લગાવતા પૉઇન્ટ ટેબલ પર ટૉપની પૉઝિશન હાંસલ કરી લીધી છે.