ભારતીય ટીમની દરિયાદિલી, બરાબરની ધૂલાઇ કર્યા બાદ સ્કૉટલેન્ડના ખેલાડીઓને તેમના ડ્રેસિંગ રૂમમાં જઇને મળ્યા ને પછી...............................
નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપમાં જગ્યા બનાવી રાખવા માટે ટીમ ઇન્ડિયાએ એક મોટી જીત મેળવી છે. ગઇકાલે રમાયેલી સ્કૉટલેન્ડ સામેની મેચમાં આખરે ટીમ ઇન્ડિયાએ શાનદરા પ્રદર્શન કરીને સેમિ ફાઇનલ માટેની આશા જીવંત રાખી છે. દુબઇમાં રમાયેલી ભારત અને સ્કૉટલેન્ડની મેચમાં ટીમ ઇન્ડિયાએ ખાસ જીત મેળવી, અને નેટ રનરેટને અફઘાનિસ્તાન કરતા પણ બેસ્ટ કરી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને દુબઇની પીચ પર પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સ્કૉટલેન્ડની ટીમ 17.4 ઓવર રમીને 85 રન બનાવી શકી હતી. જવાબમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતા ટાર્ગેટને માત્ર 6.3 ઓવરમાં જ હાસલ કરીને જીત મેળવી લીધી હતી. આ મોટી જીતથી ભારતને નેટ રનરેટમાં પણ ઘણો ફાયદો થયો હતો.
જોકે, મેચ બાદ એક ખાસ ઘટના જોવા મળી. ભારતીય ટીમ સ્કૉટિસ ડ્રેસિંગ રૂમમાં ગઇ અને બન્ને ટીમોના સભ્યોએ રમત પર ચર્ચા કરતાં કેટલોક સમય સાથે વિતાવ્યો.
ટીમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર કેટલીક તસવીરો પૉસ્ટ કરી અને લખી- સમય કાઢવા માટે વિરાટ કોહલી એન્ડ કંપની માટે સન્માન...... આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
મેચ બાદ સ્કૉટલેન્ડ ટીમના કેપ્ટન Kyle Coetzerએ મેચ બાદ પ્રેઝન્ટેશનમાં ભારતીય ટીમની પ્રસંશા કરી અને કહ્યં તેમને સારી રમત બતાવી. તેને કહ્યું તેની ટીમે આવી મુશ્કેલીઓમાંથી પસાર થવુ જરૂરી છે જેથી ભવિષ્યમાં સારુ રમી શકે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ તરફથી કેએલ રાહુલ અને રોહિત શર્માએ તાબડતોડ બેટિંગ કરી હતી. રાહુલે 50 રનોની ઇનિંગ રમી તો રોહિતે 30 રનોની ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજાને 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.