Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
વર્લ્ડ ક્રિકેટમાં આ પાંચ ક્રિકેટરો છે એકદમ ફિટ, મેદાન પર ઉતરતા જ ફેન્સ થઇ જાય છે ફિદા, જાણો ભારતના કેટલા છે આમાં.....
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ક્રિકેટરની કેરિયર તેની ફિટનેસ પર આધાર રાખે છે, જે ક્રિકેટરની ફિટનેસ વધુ સારી તેની કેરિયર પણ ક્રિકેટમાં વધુ લાંબી રહે છે. હાલ વર્લ્ડ ક્રિકેટમાં કેટલાય એવા ક્રિકેટરો છે જેની ફિટનેસ જબરદસ્ત રીતે ચોંકાવનારી છે. રેગ્યુલર જિમ અને એક્સરસાઇઝના કારણે ક્રિકેટરોના બૉડી શેપ આકર્ષક બને છે. ફિટનેસ વાળો ક્રિકેટર મેદાન પર અને ફેન્સની વચ્ચે સૌથી લોકપ્રિય બની રહે છે. વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડ પણ ક્રિકેટરોની ફિટનેસ ચકાસવા માટે જુદા જુદા ટેસ્ટ કરાવતુ રહે છે, ભારતમાં ફિટનેસ ચકાસણી માટે યો યો ટેસ્ટ ચર્ચિત છે. ભારતમાં યો યો ટેસ્ટ પાસ કર્યા બાદ જે તે ખેલાડીને ટીમ ઇન્ડિયાની ટેસ્ટ, વનડે અને ટી20 ક્રિકેટ ટીમમાં જગ્યા મળે છે. જાણો કયા કયા પાંચ ખેલાડી એવા છે જે ફિટનેસ માટે જાણીતા છે......
Download ABP Live App and Watch All Latest Videos
View In App(1) વિરાટ કોહલી- દુનિયામાં સૌથી પહેલા જો કોઇ ખેલાડી ફિટનેસ મામલે નંબર વન હોય તો તે છે ભારતી ટીમનો કેપ્ટન વિરાટ કોહલી, વિરાટ કોહલી વર્લ્ડ ક્રિકેટમાં ફિટનેસ મામલે જાણીતો છે. કોહલી હંમેશા પોતાની ફિટનેસ માટે સમય ફાળવે છે. 32 વર્ષ થવા છતા કોહલીને ફિટનેસ ગજબની છે. વિરાટ કોહલી ફિટનેસના કારણે ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટનો નિયમિત કેપ્ટન છે.
(2) રવિન્દ્ર જાડેજા- ફિટનેસના મામલે ભારતીય ટીમમાં બીજા નંબર પર ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનુ નામ આવે છે. 32 વર્ષીય જાડેજા પોતાની ફિટનેસને લઇને જબરદસ્ત એગ્રેસિવ રહે છે. જોકે, ઇજાગ્રસ્ત હોવાના કારણે તે છેલ્લા થોડાક મહિનાઓથી ક્રિકેટથી દુર છે. જાડેજા ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટ માટે રમે છે.
(3) ડેવિડ વોર્નર- ઓસ્ટ્રેલિયા વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર પણ ગજબની ફિટનેસ ધરાવે છે. 34 વર્ષ થવા છતાં આ કાંગારુ ખેલાડી ઓસ્ટ્રેલિય તરફથી ત્રણેય ફોર્મેટમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. આ તમામ વસ્તુ તેની ફિટનેસના કારણે પૉસિબલ છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષનો પ્રતિબંધ લાદવા છતાં ક્રિકેટમાં તેને ક્રિકેટમાં જોરદાર વાપસી કરી છે.
(4) કગિસો રબાડા- માત્ર 25 વર્ષનો હોવા છતાં દક્ષિણ આફ્રિકન બૉલર કગિસો રબાડાએ ક્રિકેટમાં પોતાની આગાવી ધાક જમાવી દીધી છે. પોતાની ફિટનેસના કારણે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સાથે આઇપીએલમાં પણ પોતાનુ નામ કમાયુ છે. કગિસો રબાડાની ફિટનેસ પણ જબરદસ્ત છે. રેગ્યૂલર જિમ અને એક્સરસાઇઝના કારણે રબાડાની ફિટનેસ હીટ છે.
(5) બેન સ્ટૉક્સ- ઇંગ્લિશ ઓલરાન્ડર બેન સ્ટૉક્સની પણ ખાસિયત તેની ફિટનેસ છે. બેન સ્ટૉક્સ પણ ઇંગ્લિશ ટીમના ત્રણેય ક્રિકેટ ફોર્મેટમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. બેન સ્ટૉક્સની ફિટનેસ પર તેને ફેન પણ ફિદા છે. વર્લ્ડકપ 2019માં બેન સ્ટૉક્સના દમ પર ઇંગ્લિશ ટીમે પ્રથમ વાર વનડે વર્લ્ડકપ જીત્યો હતો.