આ પાંચ ફોન છે દેશના સૌથી સસ્તાં સ્માર્ટફોન, 10,000 રૂપિયાની અંદર મળે છે લેટેસ્ટ ફિચર્સ, જાણો વિગતે
નવી દિલ્હીઃ જો તમે અત્યારે સ્માર્ટફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો અને તમારુ બજેટ ઓછુ છે, તો ચિંતા કરવાની જરૂર નથી. માર્કેટમાં કેટલીય કંપનીઓના એવા સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જેની કિંમત તમારા બજેટમાં ફિટ બેસી શકે છે, સાથે સાથે લેટેસ્ટ ફિચર્સ પણ મળશે. આજે અમે તમને કેટલાક ખાસ એવા સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છીએ, જેની કિંમત 10,000 રૂપિયાથી પણ ઓછી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRedmi 9i- રેડમીનો આ ફોન તમને લગભગ 8,000 રૂપિયામાં મળી રહ્યો છે. બજેટ સ્માર્ટફોન કેટેગરીમાં આ ફોનને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.53 ઇંચની મોટી ડિસ્પ્લેની સાથે 4GB રેમ અને 64GB સ્ટૉરેજ મળી રહ્યું છે. ફોનમાં 13 MPનો રિયર કેમેરા સેટઅપ છે, અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. આમાં 5000 mAhની બેટરી મળી રહી છે.
Poco M2- પોકો કંપની ઓછી કિંમતમાં શાનદાર ફિચર્સ વાળો સ્માર્ટફોન લઇને આવી છે. આ ફોનની કિંમત 10,000 રૂપિયા છે. સ્માર્ટફોનમાં 6.53 ઇંચની ડિસ્પ્લેની સાથે 6GB રેમ અને 64GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આમાં 13+8+5+2 MPનો રિયર કેમેરા સેટઅપ અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. આમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે.
Infinix Smart 5- ઇનફિનિક્સનો આ સ્માર્ટફોન સૌથી સસ્તા સ્માર્ટફોનમાં સામેલ છે. આની કિંમત માત્ર 7,200 રૂપિયા છે, આમાં 2GB રેમ અને 32GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનમાં 6.82 ઇંચની મોટી ડિસ્પ્લેની સાથે 13 MPનો રિયર કેમેરો અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં 6000 mAhની બેટરી આપવામાં આવી છે.