Raksha Bandhan Gifts: રક્ષાબંધનના તહેવારે ગિફ્ટ કરો આ પૉકેટ સાઇઝ ગેઝેટ્સ, કિંમત પણ ઓછી, જુઓ લિસ્ટ.......
Raksha Bandhan 2022 Gifts: રક્ષાબંધનના આ પ્રવિત્ર તહેવારના પ્રસંગે અમે તમને કેટલાક પૉર્ટેબલ ગેઝેટ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમારી દમદાર ગિફ્ટ બની શકે છે, સાથે સાથે આની કિંમત પણ ઓછી છે. આ તમામ ગેઝેટ્સને તમે તમારી પ્યારી બહેનોને ઉપહાર તરીકે આપી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTygot 10 Inches એલઇડી રિંગ લાઇટ - એલઇડી રિંગ લાઇટ સોશ્યલ મીડિયા લવર્સ માટે સારો ઓપ્શન છે. જો તમારી બહેન સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે અને પ્રૉફેશનલ લેવલના વીડિયો બનાવે છે, તો આ રિંગ લાઇટ ગિફ્ટ કરવી સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. આ રિંગ લાઇટ અમેઝૉન પર માત્ર 269 રૂપિયામાં ઉપલબ્ધ છે.
URBN 10000 mAh પાવર બેન્ક - આ પાવર બેન્ક અમેઝૉન પર ઉપલબ્ધ છે. આની કિંમત 699 રૂપિયા છે, આ 10000 mAhની ક્ષમતાની સાથે આવે છે. જરૂર પડવા પર સ્માર્ટફોનને આની મદદથી આસાનીથી ચાર્જ કરી શકાય છે, તો તમે પોતાની બહેનને URBN 10000 mAh પાવર બેન્ક ગિફ્ટ કરી શકો છો. આ એકદમ પૉર્ટેબલ છે અને આની બેટરી પણ એકદમ શાનદાર છે. તમે આને ક્યાંય પણ લઇને ટ્રાવેલ પણ કરી શકો છો.
Baal Mini હેન્ડ ફેન - આ એક પૉકેટ સાઇઝ હેન્ડ ફેન છે, ઉંમરમાં નાની બહેનો માટે આ એક સારી ગિફ્ટ સાબિત થઇ શકે છે. આ પૉર્ટેબલ ફેન એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે, આ બેટરી ઓપરેટેડ ફેન છે જે હાઇ સ્પીડમાં કામ કરે છે. તમારી બહેન આને પર્સ કે બેગમાં રાખીને ગમે ત્યાં લઇ જઇ શકે છે. આની કિંમત પણ માત્ર 347 રૂપિયા છે.
Mivi Roam 2 Bluetooth 5W પૉર્ટેબલ સ્પીકર - આ પૉર્ટેબલ સ્પીકર રક્ષાબંધનની બેસ્ટ ગિફ્ટ બની શકે છે. તમારી બહેન ટ્રાવેલિંગનો શોખ રાખે છે તો આ ટ્રાવેલિંગ દરમિયાન મ્યૂઝિક સાંભળવા માટે ખુબ કામ આવી શકે છે. આ પૉર્ટેબલ સ્પીકરને તમે અમેઝૉન પરથી ખરીદી શકો છો. આની કિંમત માત્ર 799 રૂપિયા છે.
CROGIE સ્માર્ટ કી ફાઇન્ડર - સ્માર્ટ કી ફાઇન્ડર ડિવાઇસ પણ રક્ષાબંધન માટે એક શાનદાર ગિફ્ટ છે. જો તમે આ કી ફાઇન્ડર ડિવાઇસને પોતાની બહેનોને ગિફ્ટ કરો છો, તો આ એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. આ સ્માર્ટફોનને આસાનીથી જીપીએસની મદદથી શોધી શકે છે. આ આકારમાં ખુબ નાનુ છે. આની કિંમત 848 રૂપિયા છે.