Safety Tips: હેડફોનનો વધુ ઉપયોગ કરો છો તો ધ્યાનમાં રાખો આ પાંચ વાતો, નહીં તો....
Safety Tips: દુનિયાભરમાં હેડફોન અને ઇયરબડ્સનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે, સ્માર્ટફોન યૂઝર હોય કે પછી ડેસ્કટૉપ યૂઝર દરેક લોકો હેડફોન, હેન્ડસ્ફ્રી કે ઇયબડ્સનો ઉપયોગ વધુ કરી રહ્યા છે. સામાન્ય રીતે આ બંને ગેજેટ્સનો સ્માર્ટફોન સાથે વધુ ઉપયોગ થાય છે. જો તમે પણ આ ગેઝેટ્સનો ઉપયોગ વધુ કરી રહ્યાં છો તો આ પાંચ વાતોનું તમારે ધ્યાન રાખવું પડશે, નહીં તો મોટુ નુકસાન થઇ શકે છે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે હેડફોન અને ઇયરબડ્સનો ઉપયોગ કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે આને અવગણશો તો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જો તમે દિવસમાં 4 થી 5 કલાક પણ હેડફોન અથવા ઇયરબડ્સનો ઉપયોગ કરો છો, તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમારે લાંબા સમય સુધી હેડફોન અથવા ઇયરબડ્સનો ઉપયોગ કરવો હોય, તો સૌ પ્રથમ તમારે તેનું વૉલ્યૂમ ઓછું કરવું જોઈએ. જોરથી અવાજના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી તમારી સાંભળવાની ક્ષમતા પર અસર પડી શકે છે.
જો તમે 1 કલાકથી વધુ સમય માટે હેડફોન અથવા ઇયરબડ્સનો ઉપયોગ કરો છો, તો તેને લગભગ 20 મિનિટ માટે બદલો, એટલે કે દર 1 કલાક પછી તમારે હેડફોન અને તમારા કાનને 20 મિનિટનો બ્રેક આપવો જોઈએ.
નૉઈઝ કેન્સલેશન સાથે હેડફોન અને ઇયરબડ્સ ખરીદવાનો ફાયદો એ છે કે તમે ઓછા વૉલ્યૂમમાં પણ વસ્તુઓ સરળતાથી સાંભળી શકશો. તમને કોઈ બહારનો અવાજ સંભળાશે નહીં, તેથી તમારું ધ્યાન ઑડિયો પર રહેશે અને તમારે વૉલ્યૂમ બદલવાની જરૂર નહીં પડે.
તમારા હેડફોન અને ઇયરબડ્સને સમયાંતરે સાફ કરતા રહો જેથી કરીને તેમાં બેક્ટેરિયા વગેરે ન વધે અને કાનમાં ઈન્ફેક્શન ન થાય. ઉપરાંત તમારા કાનના ઉપકરણોને અન્ય લોકો સાથે શેર કરશો નહીં.