Top Sales: આ પાંચ કંપનીઓએ અત્યાર સુધી દુનિયામાં વેચ્યા સૌથી વધુ ફોન, એપલ-શ્યાઓમી રહી પાછળ.....
Top Sales: આજકાલ માર્કેટમાં કેટલીય કંપનીઓ પોતાના સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે, અને તમામ સ્માર્ટફોનમાં હાઇટેક ફિચર્સ પણ હોય છે, પરંતુ જ્યારે સ્માર્ટફોન વેચાણની વાત આવે ત્યારે આપણી સામે સૌથી પહેલા ચાઇનીઝ કંપનીઓના નામ સામે આવે છે. પરંતુ આજે અમે તમને અહીં એક રિપોર્ટ બતાવી રહ્યાં છીએ, જેમાં સૌથી વધુ ટૉપ વેચાણ કરનારી કંપનીઓ સામેલ છે, આ કંપનીઓ વૈશ્વિક બજારમાં સફળતા હાંસલ કરવામાં સફળ રહી છે. આ લિસ્ટમાં નંબર વન ના એપલ છે કે ના શ્યાઓમી. જુઓ અહીં લિસ્ટ.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોકિયા કંપની - અત્યાર સુધી વિશ્વમાં સૌથી વધુ ફોન વેચનારી કંપનીમાં નોકિયા ટૉપ પર રહી છે. નોકિયાએ 1980ના દાયકામાં ફોન બનાવવાનું શરૂ કર્યું ત્યારથી કંપનીએ 2.5 બિલિયનથી વધુ ફોન વેચી દીધા છે. નોકિયા કેટલાય વર્ષો સુધી સ્માર્ટફોન માર્કેટ પર પ્રભુત્વ ધરાવે છે, પરંતુ તે વર્ચસ્વ માત્ર થોડા સમય માટે જ રહ્યું હતુ.
સેમસંગ કંપની - સેમસંગ વિશ્વની અગ્રણી સ્માર્ટફોન ઉત્પાદક કંપની છે. સેમસંગે 1990ના દાયકામાં ફોન બનાવવાનું શરૂ કર્યું હતું અને કંપનીએ 2.2 બિલિયન ફોન વેચ્યા છે. સેમસંગ જુદાજુદા ભાવ સેગમેન્ટમાં ફોન ઓફર કરે છે.
એપલ કંપની - એપલ વિશ્વની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની છે. આ કંપનીએ 2007માં ફોન બનાવવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં 2 બિલિયન ફોન વેચ્યા છે. એપલ પોતાની અનોખી ડિઝાઇન અને ઓપરેટિંગ સિસ્ટમ માટે જાણીતી છે. કંપની પાસે મજબૂત બ્રાન્ડ નેઇમ અને મોટો ગ્રાહક આધાર પણ છે.
મોટોરોલા કંપની - Motorola એક એવી કંપની છે, જે 90 વર્ષથી વધુ સમયથી ફોન બનાવી રહી છે. કંપનીએ 2004માં સ્માર્ટફોન બનાવવાની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં 1.3 બિલિયન ફોન વેચ્યા છે. મોટોરોલા વિવિધ પ્રકારના ફોન રજૂ કરીને સફળતા હાંસલ કરવામાં સફળ રહી છે.
એલજી કંપની - LG એક એવી કંપની છે જે 20 વર્ષથી વધુ સમયથી ફોન બનાવી રહી છે. કંપનીએ 2009માં સ્માર્ટફોન બનાવવાની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં 1 બિલિયનથી વધુ ફોન વેચ્યા છે.