રાજકોટમાં હિટ એન્ડ રન કરનારી કારમાંથી મળી ક્યા BJP સાંસદના ઘરની નેમ પ્લેટ ? જાણીને ચોંકી જશો
જો કે કારમાંથી બીજા કોઈના નામની નહીં ને રાદડિયાના નામની જ પ્લેટ મળી આવી તેના કારણે ઘણા સવાલો ઉભા થયા છે. સાંસદની સ્પષ્ટતા બાદ પોલીસ તપાસમાં આ નેમ પ્લેટ કારમાં કઇ રીતે પહોંચી તેનો ખુલાસો જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે ઉમેર્યું કે કારના કાચ અને અન્ય ઘણી વસ્તુ ડુપ્લીકેટ બનતી જ હોય છે. એ રીતે મારા ઘરની નેમ પ્લેટ બની છે અને તેને મારા ઘર સાથે કોઈ લેવાદેવા નથી. આ નેમ પ્લેટ પણ ડુપ્લિકેટ હોઈ શકે છે.
અકસ્માત સર્જનારી કારમાંથી પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડીયાના ઘરની નેમ પ્લેટ મળી આવી હતી. આ નેમ પ્લેટ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને કારને રાદડિયા સાથે કંઈ સંબંધ છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી.
આ ઘટનામાં ત્રણ લોકોને ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે કારનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અલબત્ત આ ઘટનામાં વધારે ચોંકાવનારી વાત તો પોલીસે આવીને તપાસ કરી એ પછી સામે આવી હતી.
રાજકોટઃ રાજકોટમાં રિંગ રોડ પર શનિવારે રાત્રે 11 વાગ્યે બનેલી હિટ એંડ રનની એક ઘટનામાં એક કાર ચાલકે બેફામ કાર ચલાવીને 3 બાઇક ચાલકને અડફેટે લીધા હતા. એ પછી બેકાબૂ કાર એક રેસ્ટોરંટમાં ઘૂસી ગઈ હતી.
આ મામલે એબીપી અસ્મિતાએ સાંસદ વિઠ્ઠલ રાદડીયાનો સંપર્ક કર્યો હતો. એબીપી અસ્મિતાને રાદડીયાએ જણાવ્યું કે મારે આ કાર સાથે કોઇ લેવા દેવા નથી અને મારા ઘરની નેમ પ્લેટ મળી તેની તપાસ થવી જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -