ગુજરાતના કયા શહેરમાં આવ્યો ભૂંકપનો આંચકો, ઘણાં લોકો રહ્યા અજાણ, જાણો વિગતે
ગુજરાત ઉપરથી ઓખી વાવાઝોડાનું સકંટ ટળ્યાની કળ વળે એ પહેલાં જ બુધવારે બપોરે રાજકોટવાસીઓને વધુ એક કુદરતી ઝાટકો એ સમયે લાગ્યો કે જ્યારે 3.1ની તીવ્રતા સાથેનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ આંચકાને પરિણામે લોકો પોતાના ઘર તેમજ ઓફિસ અને દુકાનોની બહાર દોડી આવ્યા હતાં. આ તરફ ગાંધીનગર સ્થિત આવેલી સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બપોરે 11.10 વાગે રાજકોટથી 27 કિલોમીટર દૂર ઈસ્ટ સાઉથ તરફના વિસ્તારમાં 3.1ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો.
રાજકોટ: દિલ્લીમાં બુધવારે રાતે તીવ્ર ભૂકંપના આંચકા આવ્યા હતા. દિલ્હીના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. જ્યારે બીજી બાજુ ગુજરાત પર ‘ઓખી’ વાવાઝોડાનો ખતરો મંડરાયેલો હતો. જોકે આ ખતરો ટળી ગયો છે ત્યારે બુધવારે બપોરે રાજકોટમાં ભૂંકપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 3.1 નોંધાઈ હતી.

ભૂંકપના આ આંચકાથી વધુ કોઈ અસર જોવા મળી નહોતી. આ ઉપરાંત કચ્છના રાપરમાં પણ ઘણાં સમય બાદ બપોરે 11.15 વાગે 1.8ની તીવ્રતાનો ભૂંકપનો હળવો આંચકો અનુભવાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -