સાપુતારાઃ ગમખ્વાર અકસ્માતમાં શિરડીથી પરત ફરતા રાજકોટ પરિવારના 4નાં મોત
આગમાં લપેટાયેલા વૃક્ષના મૂળિયા બળીને ભસ્મીભૂત થઇ જતા મૂળમાંથી કમજોર પડી ગયેલુ તોતિંગ વૃક્ષ ત્યાંથી પસાર થઇ રહેલી કાર પર પડતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4-4 વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા. આ જીવલેણ અકસ્માતમાં ખેડૂત અને ખેતમજૂરની સીધી લાપરવાહી સામે આવતાં 4 વ્યક્તિના મૃત્યુ માટે જવાબદાર ખેડૂત અથવા તો તેના ખેતમજૂર સામે બેદરકારીથી મૃત્યુ નીપજાવાનો ગુનો નોંધાઇ શકે છે તેવું પોલીસ અને કાયદા નિષ્ણાતોનું મંતવ્ય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅકસ્માતમાં 4-4 વ્યક્તિના મૃત્યુ પાછળ ખેડૂતની ઘોર બેદરકારી સામે આવી છે. શનિવારે સવારે બાજ ગામના રોડને અડીને આવેલા ખેતરમાં આદિવાસીઓએ આદર સળગાવી હતી. આગળની જ્વાળાઓ હાઇ-વે ટચ તોતિંગ વૃક્ષોના મૂળિયા સુધી પહોંચી હતી.
મયૂર ચાવડા બે ભાઇમાં મોટા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા નાનો ભાઇ ચંદ્રેશ પરિણીત છે અને શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પિતા હયાત નથી. પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયાની વિધવા માતાને મોડીરાત સુધી જાણ કરવામાં આવી ન હતી.
અકસ્માતમાં મોતને ભેટેલા કમભાગીઓનાં નામ અનુરાગ શર્મા (ઉ.વ.26) રાજકોટ, સશીબાલા શર્મા (ઉ.વ.46) રાજકોટ, તાનીયા શર્મા (ઉ.વ.18)રાજકોટ, મેહુલ ચાવડા (ઉ.વ.55) રાજકોટ (ડ્રાઇવર) જ્યારે ઘાયલ થયેલામાં (અંકીત પાસવાન (ઉ.વ.23),રાકેશ શર્મા (ઉ.વ.55) વઘઇ સાપુતારા માર્ગ સ્થિતનાં બાજ ગામે કાળને ભરખી ગયેલા હતભાગી પરિવાર રાજકોટથી શિરડી નાસીકનું દર્શન કરી પરત ફરી રહયું હતુ ત્યારે આ ઘટના બની હતી.
આ ઘટનામાં કોઇ સમજે તે પહેલા ચાર પ્રવાસીઓ ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે બે પ્રવાસીઓને ઇજાઓ થતાં અન્ય વાહનોનાં પ્રવાસીઓ તથા આસપાસનાં ગ્રામજનો દ્વારા હેમખેમ બહાર કાઢી 108 દ્વારા વઘઇ સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં. બનાવ બાદ તોતિંગ વૃક્ષ માર્ગ વચોવચ્ચ પડતાં બંને બાજુ વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી.બનાવની જાણ વઘઇ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે ધસી જઇ વાહન વ્યવહાર પુર્વવત કરવાની તજવીજ હાથ ધરી હતી.
રવિવારે રાજકોટથી શિરડી નાસિકનાં દર્શનાર્થે ગયેલ પરિવાર પરત રાજકોટ જઇ રહયા હતા, ત્યારે સાપુતારા વઘઇ માર્ગે સ્થિત બાજ ગામ નજીક ટવેરા કાર નં.જીજે.10.એફ.7235 પર ખેતરમાં ખેતી માટે બાળેલ આદરથી ફેલાયેલી આગમાં માર્ગ સાઇડનાં વૃક્ષનાં મુળિયા બળી જતાં પસાર થતી ટવેરા કાર પર તોતિંગ વૃક્ષ ધરાશયી થતાં ટવેરાનો કચ્ચરઘાણ થવા સાથે ચાર પ્રવાસીઓનાં ઘટનાસ્થળે મોત થયું હતું.
સાપુતારાઃ સાપુતારા વધઈ આંતરરાજ્ય ધોરીમાર્ગ પર ગમખ્વાર અમક્સાત સર્જાતા રાજકોટના એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે. શિરડીથી દર્શન કરી રાજકોટ જતાં પ્રવાસી કાર ઉપર અકસ્માતે તોતિંગ વૃક્ષ તૂટી પડતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે જણને ઈજા થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -