રાજકોટઃ યુવકને ભાભી સાથે જ બંધાયા સંબંધ, સમાજ મળવા નહીં દે તેવા ડરે ભર્યું શું પગલું? જાણો વિગત
દરમિયાનમાં યુવક-યુવતીની સળગેલી લાશ મળી આવતાં પીઆઇ એ.આર.મોડિયાએ બન્નેનાં પરિવારજનોને મૃતદેહની ઓળખ માટે લઇ બોલાવતાં મૃતદેહ વિજયા અને છગનના હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ પછી બંનેના પરિવારને અંતિમવિધિ માટે મૃતદેહ સોંપ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછગનની આંખ પોતાના ઘર સામે રહેતા માસિયાઇ ભાઇ હસમુખની પત્ની અને વિજયા સાથે મળી હતી અને બન્ને એક મેકના પ્રેમમાં પડ્યા હતા. વિજયા બે સંતાનની માતા હોવા છતાં છગનના પ્રેમમાં પડી હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. બંને એક થવા માગતાં હતાં પણ સામાજિક કારણોસર એ શક્ય નહોતું.
દરમિયાનમાં છગનના માતા અમરતબેનના સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવાના હોવાથી મંગળવારે અમરતબેન હોસ્પિટલ ગયા ત્યારે વિજયા સાથે ગઇ હતી. હોસ્પિટલમાં અમરતબેનને બેસાડીને ગયેલી વિજયા બે કલાક સુધી પરત નહીં ફરતા અમરતબેન અને તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
બીજી તરફ જામનગર રોડ પર ધોબીની દુકાનમાં કામ કરતો છગન પણ લાપતા હોવાથી છગન અને વિજયા ગુમ થયાની પ્રદ્યુમ્નનગર પોલીસમથકમાં નોંધ કરાવવામાં આવી હતી. છગનના શેઠ કિરીટભાઇએ પોલીસને જણાવ્યા મુજબ, છગન સવારે તેનું બાઇક લઇને ગયો હતો પણ પરત આવ્યો ત્યારે તેની સાથે એક યુવતી પણ હતી.
છગન કિરીટભાઇનું બાઇક લઇને આવ્યા બાદ વિજયાને દુકાનથી થોડે દૂર ઊભી રાખીને બાઇક દેવા ગયો ત્યારે શેઠને કહેતો ગયો હતો કે, અમે બન્ને હવે દવા પી લેવાના છીએ, પરિવારજનો આવે તો શોધવાના પ્રયાસ ન કરે. અલબત્ત તેમણે છગનની વાતને ગંભીરતાથી નહોતી લીધી પણ રાતે બન્નેએ સળગીને આપઘાત કરી લીધો હતો.
પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ છગન ભીખાભાઇ વાઘેલા (ઉ.વ.25) અને વિજયાબેન હસમુખભાઇ સોંદરવા (ઉ.વ.28, રહે બન્ને ભીમરાવનગર, પ્રદ્યુમ્નપાર્ક પાસે) તરીકે થઈ છે. છગન ત્રણ ભાઇમાં મોટો અને અપરિણીત હતો, પિતા હયાત નથી. છગન જામનગર રોડ પર સાંઢિયાપુલ પાસે ધોબીની દુકાનમાં નોકરી કરતો હતો.
રાજકોટ: રાજકોટમાં મોરબી રોડ પર ગવરીદડ નજીક આઇઓસી પાસેથી મંગળવારે રાત્રે યુવક-યુવતીની સળગીને ભડથું થઇ ગયેલી લાશ મળી હતી. આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મરનાર યુવક-યુવતી દીયર-ભાભી હતાં ને બંને વચ્ચે શારીરિક સંબંધો હતા પણ સમાજ એક નહીં થવા દે એમ લાગતાં બંનેએ આપઘાત કરી લીધો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -