રાજકોટઃ બળાત્કારના કેસમાં ઉદ્યોગપતિના પુત્રની થઈ ધરપકડ, આગોતરા જામીન હોવાથી પોલીસે કર્યો મુક્ત
રાજકોટ:સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનારા બળાત્કાર કેસના સહઆરોપી એવા રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ સગપરીયાના પુત્ર કમલેશની શુક્રવારે ધરપકડ કરાઈ હતી. જો કે કમલેશ ગોવિંદભાઇ સગપરિયા આગોતરા જામીન સાથે મહિલા પોલીસ મથકમાં રજૂ થતાં તેની ધરપકડ કરી તરત જામીનમુક્ત કરાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કેસમાં ધરપકડથી બચવા કમલેશ સગપરિયા ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે કલમ-70 મુજબ તેને ભાગેડુ જાહેર કરવા કાનૂની કાર્યવાહી કરી હતી. લાંબા સમયથી પોલીસ જેની તલાશમાં હતી એ કમલેશ સગપરિયા શુક્રવારે સાંજે 7:00 કલાકે આગોતરા જામીન સાથે મહિલા પોલીસ મથકમાં હાજર થયો હતો.
તેમણે ઉમેર્યું કે, આટલા લાંબ સમય સુધી તે ક્યાં હતો, કોણે કોણે આશરો આપ્યો તે સહિતની તપાસ કરવાની જરૂરી હોવાથી અદાલતમાં કઇ તારીખે હાજર રહેવું તેની જાણ કર્યા બાદ રિમાન્ડની માગણી કરવામાં આવશે. રાજકોટમાં વિવાદાસ્પદ બનેલા આ કેસનો આરોપી રામાણી હાલમાં જેલમાં છે.
રાજકોટની યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી પછી થયેલી તપાસમાં કમલેશ સગપરીયાનું પણ નામ ખૂલતાં કમલેશ લાંબા સમયથી ફરાર હતો. આ યુવતીએ બિલ્ડર કમલેશ રામાણી સામે બળાત્કારરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સહ આરોપી તરીકે કમલેશ ગોવિંદભાઇ સગપરિયાનું નામ લખાવ્યું હતું.
પીઆઇ બી.ટી. વાઢિયાએ બળાત્કારના કેસમાં મદદગારીના આરોપસર તેની ધરપકડ કરી હતી. આ અંગે તપાસ અધિકારી બી.ટી.વાઢિયાએ જણાવ્યું હતું કે, કમલેશ સગપરિયા આગોતરા જામીન લઇને હાજર થયો હોવાથી અદાલતના આદેશ મુજબ ધરપકડ બાદ તેને મુક્ત કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -