રાજકોટઃ લોન રિકવરી કરતાં યુવકે હોટલમાં યુવતી સાથે બાંધ્યા સેક્સસંબંધ, પછી શું આપી ધમકી? જાણો વિગત
આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટમાં જામનગર રોડ પર રહેતી 24 વર્ષીય પાયલ(નામ બદલ્યું છે) કોલેજ પૂરી કર્યા પછી વર્ષ 2015માં એક કંપનીમાં નોકરી હતી. દરમિયાન ભુજ રોટરી કલબ પાસે સહયોગનગર-૪માં રહેતા અને લોન રિકવરીનું ફાયનાન્સ પેઢીમાં કામ કરતા આનંદગર કિશોરગર ગોસ્વામીના સંપર્કમાં આવી હતી. જે રાજકોટ લોન રિકવરી માટે આવતો હતો, ત્યારે બંને સંપર્કમાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલા પોલીસે યુવતીની ફરિયાદના આધારે આનંદગર કિશોરગર ગોસ્વામી સામે આઇપીસી ૩૭૬, ૫૦૬ (૨) મુજબ બળાત્કાર ગુજારી ધમકી આપવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહિલા પોલીસ મથકના ઇન્ચાર્જ બી.ટી. વાઢીયા અને રાઇટર સુધાબેન વધુ તપાસ કરી રહ્યા છે.
રાજકોટઃ ભુજમાં રહીને લોન રિકવરીનું કામ કરતાં યુવકે રાજકોટની યુવતીને હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. યુવતીની ફરિયાદ છે કે, પ્રેમી યુવક લગ્નની લાલચ આપી હોટલમાં લઈ ગયો હતો અને જ્યાં મરજી વિરુદ્ધ ત્રણવાર સેક્સ સંબંધ બાંધ્યા હતા. આ પછી કોઈને વાત કરે તે તેને અને પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપી હતી.
સંબંધ બાંધ્યા પછી આનંદગરે પાયલને આ અંગે કોઈને વાત ન કરવાનું જણાવ્યું હતું. જો તે વાત કરશે, તો તેને અને તેના પરિવારજનોને મારી નાંખશે તેમ ધમકી આપી હતી. દરમિયાન આનંદગરે બીજી છોકરી સાથે સગાઈ કરી લેતા યુવતી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને યુવક સામે બળાત્કાર ગુજારી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.
બંને વચ્ચેની મુલાકાતો થોડા સમય પછી પ્રેમમાં પરિણમી હતી. આ પછી યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. તેમની વચ્ચે 2015થી 2016 સુધી પ્રેમસંબંધ રહ્યા હતા. દરમિયાન આનંદગર પાયલને જામનગર રોડ પર ધ ગ્રાન્ડ મુરલીધર હોટેલમાં લઈ ગયો હતો. અહીં તેણે પાયલની મરજી વગર ત્રણ ત્રણ વાર સેક્સ સંબંધ બાંધ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -