રાજકોટમાં CM વિજય રૂપાણીને હરાવવા કોંગ્રેસ કોને આપશે ટીકિટ, જાણો વિગતે
પાસનાં કન્વીનરોએ કહ્યું હતું કે ભાજપ દ્વારા પાટીદાર એકતાને તોડી નાંખવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ સમય સૂચકતા વાપરી નિર્ણય કરે તે મહત્વનું છે. પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસને બિનશરતી ટેકો આપવામાં આવ્યો હતો અને હવે કોંગ્રેસ પાટીદાર સમાજનાં હિતમાં નિર્ણય કરી રાજકોટ પશ્ચિમની બેઠક પાટીદારને આપી રાજકોટની ચારેય બેઠકો પર વિજય પતાકા લહેરાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસના કન્વીનરોએ કહ્યું હતું કે રાજકોટ પશ્ચિમમાં વિજય રૂપાણીને હરાવવાનો અધિકાર પાટીદારોનો છે અને પાટીદારોને આ અધિકારી મળવો જોઈએ. જ્યારે રાજકોટ પૂર્વમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુને પણ જીતાડવાની જવાબદારી પાટીદાર સમાજની છે અને પાસ આ જવાબદારી ઉપાડી લેશે.
પરંતુ હકીકતમાં આ બેઠક પાટીદારનાં ફાળે આપવી જોઈએ અને ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની પરંપરાગત સીટ 68 રાજકોટ-પૂર્વમાંથી ઉમેદવારી કરવી જોઈએ.
રાજકોટ પાસનાં કન્વિનરો હેમાંગ પટેલ, સહ કન્વિનર ધવલ પટેલે પત્રકારોને કહ્યું કે 69 રાજકોટ-પશ્ચિમમાંથી કોંગ્રેસ પાટીદારને ટીકિટ આપવી જોઈએ. આ બેઠક પર પાટીદારોની ખૂબ મોટી સંખ્યા છે. આખા ગુજરાતમાં ભાજપને હરાવવા પાટીદારોમાં જબરદસ્ત ઉત્સાહ છે ત્યારે કોંગ્રેસ આ બેઠક પર ઈન્દ્રનીલ રાજ્યગુરુને લડાવવા માંગે છે.
ખાસ કરીને રાજકોટ વિધાનસભાની બેઠક કરીને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહે તેવી સંભાવના છે. પાસનાં નેતાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હરાવવાનાં સમ ખાધ છે.
રાજકોટ: પાટીદાર અનામત આંદોલન સમિતિ હવે ચૂંટણીમાં ખરાખરીનો જંગ ખેલવા સુધી પહોંચી ગઈ છે. એક તરફ ભાજપ દ્વારા પાસમાં તોડફોડ કરવામાં આવી રહી છે તો બીજી તરફ રોજે રોજ પાસ દ્વારા નવા દાવ અજમાવાઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -