હાર્દિક પટેલ સામે વધુ એક ફરિયાદ, જાણો ક્યાં નોંધાઇ અને શું છે મામલો?
આ હેતુ સાથે મહાક્રાંતિના બેનર હેઠળ મંજૂરી વગર ગેરકાયદેસર સભા યોજી, ગેરકાયદેસર મંડળીઓ બનાવી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો છે. જેમાં તુષાર ગોવિંદ નંદાણી અને હાર્દિક પટેલના આરોપી તરીકે ફરિયાદમાં નામ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે યોજેલી સભામાં જંગી જનમેદની ઉમટી પડી હતી. મંજૂરી વગર સભા યોજનાર હાર્દિક વિરૂદ્ધ ચૂંટણી અધિકારીએ આજે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નાના મૌવા સર્કલ પેટ્રોલ પંપની બાજુમાં આરએમસીના ગ્રાઉન્ડમાં તુષાર ગોવિંદ નંદાણીએ વોર્ડ નં.8,9 અને 10માં રહેતા ભાઇ-બહેનોનું દિવાળી પછીનું સ્નેહમિલન રાખવાનું હોય અને સમાજના આગેવાન સંબોધન કરશે તેવી અરજી કરી હતી.
રાજકોટ: પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા હાર્દિક પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. રાજકોટના નાનમૌવા સર્કલ પાસે 29મીએ સાંજે ચૂંટણી અધિકારીએ મંજૂર ન આપવા છતાં મહાક્રાંતિ સભા યોજાવા બદલ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -