મનોહરસિંહજી ‘દાદા’ની અંતિમ વિદાય, રાજવી પરિવારો અંતિમયાત્રામાં જોડાયા
10 વાગે દાદાની અંતિમયાત્રા પાલખીયાત્રાના રૂપમાં નિકળી છે. જેમાં દેશભરના ક્ષત્રિયો રાજવી પોશાકમાં રાજવી તલવાર સાથે જોડાયા હતા. તેમજ ચાંદીના રથમાં દાદાની અંતિમયાત્રા નિકળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાદાના નિધનથી રાજકોટના લોકો શોકમગ્ન બની ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ‘દાદા’ની અંતિમવિધિ શાસ્ત્રોક્ત વિધિથી જ કરવામાં આવી હતી. દાદાને રાજવી પોશાક તેમજ સાફો પહેરાવવામાં આવ્યો છે. તેમજ પાર્થિવદેહ પર રજવાડી છત્રી અને એક વ્યક્તિ દ્વારા પવન નાખવામાં આવી રહ્યો છે.
સીએમના પત્ની અંજલીબેન રૂપાણી પણ પેલેસ ખાતે દર્શન માટે આવી પહોંચ્યા હતા. રણજીત વિલાસ પેલેસને પટાંગણમાં જ 9 બંદુકની સલામી સાથે દાદાની અંતિમયાત્રા નીકળી હતી. તેમજ 11 વાગે વિજય રૂપાણી પણ રાજકોટ દાદાના દર્શન કરવા આવશે.
આજે વહેલી સવારે રાજવી પરંપરા મુજબ ‘દાદા’ની અંતિમયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. વહેલી સવારથી જ લોકો તેમના પાર્થિવ દેહના દર્શન માટે ઉમટી પડ્યા છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ ‘દાદા’ના દર્શન માટે આવી રહ્યા છે. બે પ્રાઈવેટ અને એક પોલીસ બેન્ડની સૂરાવલિ સાથે દાદાની અંતિમયાત્રા નીકળી છે.
રાજકોટ: રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની ઉંમરે ગુરૂવારે રાજકોટમાં જ તેના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે સાંજે નિધન થયું હતું. ‘દાદા’ તરીકે વધુ ઓળખાતા મનોહરસિંહજી જાડેજા પ્રજાવત્સલ વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા હતા. નિધન થતાં રાજકોટ સહિત દેશભરમાંથી આજે રાજવી પરિવારો તેમની અંતિમયાત્રામાં જોડાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -