નણંદે પ્રેમી અને બહેન સાથે મળી વિધવા ભાભીના 10 લાખ લૂંટ્યા, ઘટના સીસીટીવીમાં કેદ
મળતી વિગતો અનુસાર, સોરઠિયા પ્લોટમાં રહેતા વિધવા રતનબેન નવીનભાઇ રાઠોડે મારવાડી કોલેજમાં MBAનો અભ્યાસ કરતી નણંદ ડિમ્પલ પ્રેમજીભાઇ રાઠોડ સાથે ભાગીદારીમાં મોરબી રોડ પર 24 લાખનો ફ્લેટ બુક કર્યો હતો. બિલ્ડરને પૈસા આપવાના હોવાથી રતનબેને બચતના 8 લાખ ઉપાડી રાખ્યા હતા. બીજા બે લાખ રૂપિયા ડિમ્પલ ઘરે લઇને આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટઃ રાજકોટ શહેરના લક્ષ્મીવાડીમાં ભારતીય સ્ટેટ બેન્કમાં વિધવા ભાભી સાથે નાણાં ઉપાડવા આવેલી MBAની વિદ્યાર્થિની પાસેથી બુકાનીધારી વ્યક્તિએ છરી બતાવીને રૂ.10 લાખ રોકડ ભરેલો થેલો લૂંટી લીધો હતો. ક્રાઇમબ્રાંચે આ કેસનો ભેટ ઉકેલી એમબીએની વિદ્યાર્થીની, તેની બહેન અને પ્રેમી સહિત 4ને 2 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.
પોલીસે રતનબેનની ફરિયાદ પરથી તેની બે નણંદ ડિમ્પલ, રેણુ તેમજ ડિમ્પલના ફ્રેન્ડ મોહિત રાયઠઠ્ઠાની ધરપકડ કરી બે લાખ કબજે કર્યા હતા. જ્યારે 8 લાખ લઇને ભાગી ગયેલા ચંદુની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી રોહિત પટેલની શોધખોળ શરૂ કરી હતી. પોલીસના મતે ડિમ્પલ મોજશોખ પાછળ અઢળક રૂપિયા વાપરતી હતી.
ATM પાસે કાર પાર્ક કર્યા બાદ ડિમ્પલ અને રતનબેન પૈસા ઉપાડવા નીચે ઉતર્યા હતા, 10 લાખની રોકડ ભરેલો થેલો ડિમ્પલના હાથમાં હતો. દરમિયાન મોઢે બુકાની બાંધી હાથમાં છરી સાથે આવેલો શખ્સ ડિમ્પલના હાથમાંથી રોકડ રકમ ભરેલો થેલો લઇને ભાગ્યો હતો અને થોડે દૂર ઊભેલા સાગરીતના સ્કૂટર પાછળ બેસીને પલાયન થઇ ગયો હતો.
પોલીસને ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ હિતેશ ગઢવી, ફોજદાર કે.કે.જાડેજા, મદદનીશ રઘુભા વાળા, કુલદીપસિંહ ભક્તિનગરના ફોજદાર વી.એસ.લાંબા, એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. સીસીટીવી ફૂટેજની તપાસ બાદ પોલીસને આ લૂંટમાં કોઇ જાણભેદુ હોવાની શંકા ગઇ હતી. પોલીસે ડિમ્પલ સહિત ચારેયની ઊલટ તપાસ કરતા નણંદ ડિમ્પલે જ તેની બહેન રેણુ તેમજ બોયફ્રેન્ડ મોહિત અને અન્ય બેની મદદથી લૂંટના કાવતરાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.
ડિમ્પલે તેમની ભાભી રતનબેનને બાકીના એક લાખ રૂપિયા મોહિતના ખાતામાંથી ઉપાડવાના છે એમ કહી બપોરે 4:15 કલાકે લક્ષ્મીવાડી મેઇન રોડ પર SBIના ATMમાં રૂ.1 લાખ ઉપાડવા ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -