રાજકોટઃ યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારી છરીની ઘા મારવાની ઘટનાનું શું છે સત્ય?
રાજકોટઃ પાડોશમાં રહેતા ત્રણ શખ્સો દ્વારા પરિણીતા પર ગેંગરેપ ગુજાર્યો હોવાની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં 21 વર્ષીય પરિણીતાને તેનાં જ પતિએ છરી મારી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પતિને પોતાના ત્રણ મિત્રોને પત્ની સાથે અફેર હોવાની શંકાથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, શહેરના વિશ્વનગર ક્વાર્ટરમાં રહેતા અને મૂળ અમદાવાદના યુવકે પત્નીને પોતાના જ ત્રણ મિત્રો સાથે અફેરની શંકાથી સાથળના ભાગે છરી મારી દીધી હતી. તેમજ પત્નીને ત્રણેય સામે બળાત્કાર કર્યો હોવાનું કહેવા ધમકી આપી હતી. જો તેવું ન કરે તો તેને અને તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી.
પોલીસે યુવતીની ફરિયાદ પરથી તેના પતિ સામે આઇપીસી ૩૨૬ તથા અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપવાનો ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી કરી છે. ભોગ બનનાર પરિણીતા મુળ ઉપલેટા પંથકની છે. તેના છુટાછેડા થઇ ગયા છે. દોઢ વર્ષ પહેલા તેણે કેટરર્સ સંચાલક સાથે બીજા લગ્ન કર્યા છે અને તેના થકી સાત માસના પુત્રની માતા બની છે. પતિ કેટરર્સ સંચાલકના પણ આ બીજા લગ્ન છે.
આ ધમકીને પગલે યુવતીએ પોતાના પર બળાત્કાર થયો હોવાનું પોલીસને જણાવ્યું હતું. જોકે, પોલીસને યુવકની વાત પર શંકા જતાં ઉલટ તપાસ કરતાં યુવકે પત્ની પર બળાત્કાર જ ન થયો હોવાનું કબૂલ્યું હતું. તેમજ પત્ની પર શંકા હોવાથી તેણે આવું કર્યું હોવાનું જણાવ્યું હતું. ભોગ બનેલી પરિણીતાએ સવારે હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે કમલેશે બળજબરી કર્યા બાદ છરી ઝીંકી ધમકી આપી હતી કે કેસ ન કરતી નહિતર તારો પતિ જીવતો નહિ રહે, અમે તો ગમે તેમ કરીને પૈસા ખર્ચીને છુટી જઇશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -