રાજકોટઃ બહેનના દિયરે યુવતીને માંગ ભરી કહ્યું હવે તું મારી પત્ની છો ને પછી માણી સુહાગરાત
રાજકોટઃ શહેરના ઢેબર રોડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીને આટકોટમાં રહેતી બહેનના દિયરે માતાજીની સાક્ષીએ સેંથીમાં સિંદુર પૂરી લગ્ન કર્યા હતા. તેમજ આ પછી અલગ અલગ જગ્યાએ લઈ જઈ શરીરસુખ માણ્યા પછી લગ્ન નહીં કરતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં ચારની ધરપકડ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન રાત્રીના સમયે સુનિલ આજીડેમ ચોકડીએ ઉતારી જતો રહેતાં પોલીસને જાણ કરતાં મને મહિલા વિકાસ ગૃહમાં આશરો અપાવ્યો હતો. આમ સુનિલે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો અને તેના માતા-પિતા-ભાઇએ લગ્નનો કરાર કર્યા બાદ પણ તરછોડી દઇ મદદગારી કરી હતી. યુવતીની ફરિયાદને આધારે આટકોટમાં જસદણ ચોકડી પાસે રહેતાં સુનિલ અરૂણભાઇ કુંવરીયા (ઉ.૨૨) નામના બકાલી, પિતા અરૂણ ગીરધરભાઇ કુંવરીયા (ઉ.૫૫), માતા પાંચીબેન અરૂણ કુંવરીયા (ઉ.૫૦) અને ભાઇ સંજય અરૂણ કુંવરીયા (ઉ.૨૬) સામે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી છે.
આ સમયે પણ લગ્ન કરાવી લઇશું એવું વચન અપાયું હતું. ગત ત્રીજ જાન્યુઆરીએ કોર્ટમાં લઇ જઇ લગ્નનો કરાર કરાવ્યો હતો. પરંતુ સુનિલ મને પોતાના ઘરે લઇ ગયા બાદ અમને અલગ-અલગ રૂમમાં સુવડાવાતા હતાં. એ પછી મેં કરેલી મહિલા પોલીસની અરજી પાછી ખેંચાવી લીધી હતી.
સુનિલના માતા-પિતા-ભાઇએ લગ્ન કરાવી આપવાનું કહેતાં અરજી ફાઇલ કરાઇ હતી અને કોર્ટમાં લગ્નનો કરાર કરવા પણ ગયા હતા. પરંતુ ત્યાં સુનિલના જન્મનો દાખલ ન હોઇ તેમ કહી દાખલો લેવા જવાના બહાને બધા જતાં રહ્યા હતાં. આ અંગે પોલીસ કમિશ્નરને અરજી આપતાં પી.એસ.આઇ. એમ. કે. દેસાઇએ અમને બોલાવી બંને પક્ષે સમાધાન કરાવવા પ્રયાસ કર્યો હતો.
પહેલા દિવસે વિરપુર ગેસ્ટ હાઉસમાં લઇ જઇ સુનિલે શરીર સંબંધ બાંધેલ હતો. બીજા દિવસે વેરાવળ અને ત્યાંથી મહુવા લઇ ગયેલ અને ત્યાં પણ શરીર સંબંધ બાંધ્યા હતાં. એ પછી ઊંચા કોટડા લઇ જઇ મંદિરમાં સેંથીમાં સિંદુર પૂરી આપણા લગ્ન થઇ ગયા તેમ કહી રાજકોટ લઇ આવ્યો હતો. આ સમયે મારા પિતાએ ભક્તિનગર પોલીસમાં સુનિલ ભગાડી ગયાની અરજી આપી હતી.
આ બાબતે મારા પિતાએ વેવાઇ અરૂણભાઇને વાત કરતાં તેણે સુનિલ સાથે લગ્ન કરાવવાનું વચન આપ્યું હતું. બહેનના વેવાણ પાંચીબેન અને સંજયે પણ લગ્ન કરાવી આપવાનું કહ્યું હતું. પરંતુ લાંબો સમય સુધી લગ્ન કરાવી આપ્યા નહોતાં. બાદમાં ગત ૨૦મી ડિસેમ્બરે મને લગ્નની લાલચ આપી સુનિલ ભગાડી ગયો હતો.
યુવતીએ ફરિયાદ કરી છે કે, સુનિલ મારી બહેનનો દિયર થતો હોઇ અવાર-નવાર એકબીજાના ઘરે જવાનું થતુંહોવાથી તેના અને મારા વચ્ચે ત્રણ વર્ષ પહેલા પ્રેમ થઇ ગયો હતો. એ વખતે તેણે મારા ઘરે જ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -