રાજકોટઃ 16 વર્ષની છોકરીને બંધાયા 20 વર્ષીય યુવક સાથે સંબંધ, બંને ઘરે ભાગ્યા ને પછી શું થયું?
આ અંગેની જાણ થતાં યુવક-યુવતીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા છે. હાલ પોલીસે પણ આ તપાસમાં પરિવારની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. બન્નેએ પોતાના ઘરેથી એક કિલોમીટર દૂર જાહેરમાં દવા પીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટની 16 વર્ષીય સગીરા પ્રિયા રાઠોડ(નામ બદલ્યું છે) અને 20 વર્ષીય જયેશ હરિભાઇ ચંદ્રપાલ વચ્ચે પ્રેમસંબંધ હતા અને બંને લગ્ન કરવા માગતાં હતાં. જોકે, તેમની ઉંમર ઓછી હોવાથી પરિવારે તેમને રાહ જોવા કહ્યું હતું. જોકે, 20 દિવસ પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે, પરિવારની સમજાવટ પછી તેઓ ઘરે પરત ફર્યા હતા.
દરમિયાન આજે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટી પાસે બંનેએ ઝેરી દવા પી લીધી હતી. આ અંગેની જાણ થતાં બન્નેને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. હાલ બન્નેના મૃતદેહને પીએમ માટે લઇ જવાયા છે.
રાજકોટઃ શહેરના 150 ફૂડ રિંગ રોડ પર એક પ્રેમી યુગલે દવા પી આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. 16 વર્ષીય સગીર યુવતી અને 20 વર્ષીય યુવક ઘરેથી ભાગી ગયાના 20 દિવસ પછી આપઘાત કરી લેતાં પરિવારમાં પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -