CM વિજય રૂપાણીને તિલક કરી રહેલ કિશોરીના વાળ સળગ્યા પછી શું થયું, જાણો વિગત
કિશોરીના વાળ સળગવાની ઘટનાથી થોડીવાર માટે મુખ્યમંત્રીના ચહેરા પર ચિંતાની જોવા મળી હતી. જોકે, મુખ્યમંત્રીના સુરક્ષામાં રહેલા જવાનની સતર્કતાથી મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. જ્યારે સીએમએ જોયું કે કિશોરી સુરક્ષિત છે તો તેમને હાશકારો થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રીની સુરક્ષામાં રહેલા જવાનનું એ તરફ ધ્યાન ગયું અને તેણે દોડીને પોતાના હાથથી જ આગ બૂજાવી નાખી હતી અને આમ મોટી દુર્ઘટના થતી ટળી ગઈ હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
બાળકી રૂપાણીને તિલક કરી રહી હતી ત્યારે બાળકીની પાછળ ઉભેલી એક યુવતીના હાથમાં રહેલી પૂજાની થાળીમાં રહેલા દીવાને બાળકીના વાળ અડી ગયા હતા અને જેવી બાળકી રૂપાણીને તિલક કરીને પાછી ફરી તેના વાળમાં આગ લાગી ગઈ હતી.
મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે અલગ-અલગ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાનમા કાલાવાડ રોડ પર મામલતદાર ઓફિસના ખાત મુહૂર્ત સમયે સીએમને તિલક કરવા આવેલી કિશોરીના વાળ સળગવા લાગ્યા હતા.
આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા જ મુખ્યમંત્રીની સુરક્ષામાં રહેલા એક જવાનનું ધ્યાન તે તરફ ગયું હતું અને તેણે પળનો પણ વિલંબ કર્યા વિના પોતાના હાથથી જ આગ બુઝાવી દીધી હતી. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.
રાજકોટ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આવા જ એક ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન એક કિશોરી મુખ્યમંત્રીને તિલક કરી પાછી ફરી રહી હતી તે સમયે તેના વાળમાં અચાનક આગ લાગી ગઈ હતી અને વાળ સળગવા લાગ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -