જેતપુરઃ મુસ્લિમ યુવક હિન્દુ સગીરાના પ્રેમમાં પડ્યો, જાણો શું આવ્યો અંજામ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં આવેલી ઇદગાહ દરગાહ પાસે રહેતો 20 વર્ષીય મુસ્લીમ યુવક અને 16 વર્ષીય હિન્દુ યુવતી એકબીજાના પ્રેમમાં હતા. આજે બન્નેએ યુવકના ઘરે જ ગળેફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ઘટનાને લઇને પોલીસ દોડી ગઇ હતી અને બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ અનુસાર, ધાર વિસ્તારમાં આવેલી ઇદગાહ દરગાહ પાસે મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીએ સજોડે યુવકના ઘરે ગળેફાંસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. બન્ને એકબીજાના પ્રેમમાં હતા અને પરિવાર એક નહીં થવા તેના કારણે બન્નેએ સજોડે આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
જેતપુરઃ જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં યુવક-યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બન્ને છેલ્લા કેટલાય સમયથી એકબીજાના પ્રેમમાં હતા અને લગ્ન કરવા ઇચ્છતા હતા. જોકે બન્નેના ઘરવાળા આનો વિરોધ કરતાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -