ગોંડલઃ યુવકે પાંચ વર્ષ સુધી યુવતી સાથે રાખ્યા શારીરિક સંબંધ, પછી બીજે પરણવા જતાં યુવતીએ શું કર્યું?
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પાંચ વર્ષ દરમિયાન પ્રફુલ તેને ગોંડલ ઉપરાંત વીરપુરના ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે શરીર સુખ માણ્યું હતું. યુવતીની ફરિયાદને આધારે પોલીસે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રફુલ સામે ગોંડલની જ એક યુવતી દ્વારા બળાત્કારની ફરિયાદ કરવામાં આવતાં તેની લગ્નના માંડવેથી ધરપકડ કરવામાં આવી છે. યુવતીની ફરિયાદ છે કે, પ્રફુલે લગ્નની લાલચ આપીને પાંચ વર્ષ સુધી પ્રેમસંબંધ રાખ્યા હતા અને આ સમય દરમિયાન અનેકવખત શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.
ગોંડલઃ થોડા સમયમાં બિહારમાં પ્રેમીએ દગ્ગો દઈને બીજી યુવતી સાથે લગ્ન કરવા જતાં યુવતીએ વરરાજાનું અપહરણ કર્યું હોવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. ત્યારે ગોંડલમાં આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. પાંચ વર્ષના સંબંધ પછી યુવક અન્ય યુવતી સાથે પરણવા જતાં યુવતીએ ફરિયાદ કરતાં હાલ યુવકની પોલીસે લગ્નના માંડવેથી ધરપકડ કરી છે.
એટલું જ નહીં, યુવતીનો આક્ષેપ છે કે, પ્રફુલે તેની સાથે મરજી વિરુદ્ધ સંબંધ પણ બાંધ્યો હતો. યુવતીની આ ફરિયાદને આધારે આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. જેને કારણે યુવકના લગ્ન અટકી પડ્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગોંડલના ભગવત પરા વિસ્તારમાં રહેતા પ્રફુલ વસંત વાઘેલાના 20મી ફેબ્રુઆરીએ લગ્ન હોવાથી 19મી તારીખે ઘરે માંડવા વિધિ ચાલી રહી હતી. જોકે, આ વિધિ આગળ વધે તે પહેલાં જ પોલીસ આવી પહોંચી હતી અને ગોંડલ સિટી પોલીસે વરરાજા પ્રફુલની ધરપકડ કરી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -