રવિન્દ્ર જાડેજા-રીવાબાએ દીકરીનું રાખ્યું અનોખું નામ, જાણો નામ અને શું થાય છે તેનો અર્થ ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને રીવાબાએ તેમની દીકરીનું નામકરણ કર્યું છે અને દીકરીનું નામ નિધ્યાના રાખ્યું છે. નિધ્યાનાનો અર્થ અંતઃપ્રેરણા અથવા અંતઃસ્ફૂરણા થાય છે. અંગ્રેજીમાં તેનો સમાનાર્થ શબ્દ intuition છે. જાડેજાએ પોતે ટ્વિટ કરીને પોતાની દીકરીના નામકરણની વિગત આપી છે.
ગઈકાલે મંગળવારે સંકટ ચતુર્થીએ છ દિવસ થતાં રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકીના ઘરે જ રાત્રે છઠ્ઠીનો પ્રસંગ યોજાયો હતો. જેમાં પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. રીવાબાએ પુત્રીની તસવીર ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી. પુત્રીનું નામ નિધ્યાનાબા જાડેજા રાખ્યું હોવાની જાણ મિત્રો-ચાહકોને કરી હતી.
જાડેજાએ ટ્વિટમાં લખ્યું છે કે, અમે અમારી ખુશીઓનો ખજાનો અને નાનકડી રાજકુંવરી એવી દીકરીનું નામ નિધ્યાના રાખ્યું છે. ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલમાં ગુરૂવારે બાંગ્લાદેશ સામે ટક્કર છે. આ મહત્વની મેચની પ્રેક્ટિસમાંથી સમય કાઢીને જાડેજાએ પોતાની દીકરીનું નામ પાડ્યું હોવાના ખુશખબર આપ્યા હતા.
નિધ્યાના શબ્દ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. નિધ્યાનાનો અર્થ તર્કની મદદ વિના થતું જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન, પ્રમાણ નિરપેક્ષ જ્ઞાન, આંતર દ્રષ્ટિ, આંતર જ્ઞાન અને સહજ જ્ઞાન થાય છે. તાજેતરમાં તેણે પોતાની પુત્રીનો ફોટો સોશિયલ મીડિયામાં મૂકી લખ્યું હતું કે, ક્યુટ બેબીને મળવાનો ખૂબ જ ઉત્સાહ અને ઉતાવળ છે.
નોંધનીય છે કે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ત્યાં ગત સાતમી જૂને મોડી રાત્રે 1.16 કલાકે દીકરીનો જન્મ થતાં પરિવારમાં હરખની લાગણી છવાઇ ગઈ હતી. હાલ જાડેજા ચેમ્પિયન ટ્રોફીમાં વ્યસ્ત હોવાથી ચાલું મેચ દરમિયાન બાળકનું મોઢું જોવા આવી શકે તેમ ન હોય તે વીડિયો કોલિંગ દ્વારા જ પોતાના બાળકનું મોઢું જોયું હતું. રીવાબાએ રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રાત્રે 1.16 કલાકે દીકરીને જન્મ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -