જયેશ રાદડિયા બન્યા રાજકોટ જિલ્લા બેન્કના ચેરમેન, પિતા વિઠ્ઠલભાઇની તબિયત નાદુરસ્ત
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક દેશની અગ્રીમ બેન્કોમાં સ્થાન પામેલી છે અને વિઠ્ઠલ રાદડિયા બેન્કના ચેરમેન હતા, પરંતુ તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે બેન્કના ડિરેક્ટર્સની એક બેઠક બોલાવી હતી અને ત્યાબાદ વિઠ્ઠલ રાદડિયાના પરિવારજનોએ જિલ્લા કલેક્ટરને આ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા કેટલાક દિવસોથી રાદડિયાની તબિયત નરમ હોવાથી ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. એક સમયે તેમની હાલત ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. તબિયતના કારણે રાદડિયાએ બેંકના વહીવટી કામમાં ધ્યાન નહીં આપી શકતા બેંકના બોર્ડમાંથી રાજીનામુ આપી દીધું છે. જે બોર્ડ બેઠકમાં મંજૂર કરી દેવામાં આવ્યું હતું.
જયેશ વિઠ્ઠલભાઇ રાદડિયાનો જન્મ 20-12-1981, જામકંડોરણામાં થયો હતો. શૈક્ષણિક લાયકાતમાં તેઓ બીઇ સિવિલ એન્જિનિયર (એમએસ યુનિવર્સિટી, વડોદરા) છે, કોલેજમાં તેઓ અભ્યાસકાળ દરમિયાન જીએસ હતા. પત્ની મિતલબેન અને બે સંતાનોમાં પુત્ર માહિક અને પુત્રી ક્રિષ્ના છે, જેતપુર વિધાનસભાની છેલ્લે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે એફિડેવીટમાં 30 લાખ ઉપરની મિલકત દર્શાવી હતી, એફિડેવીટમાં તેમના પર બે ગુના નોંધાયેલા હતા તો વ્યવસાયમાં તેઓએ ખેતી અને સમાજ સેવા દર્શાવી હતી.
ત્યારબાદ બેંકમાં ચેરમેન તરીકે ફરીવાર ચૂંટણી યોજાઇ હતી, જેમાં ચૂંટણી અધિકારી તરીકે ડેપ્યુટી ડીડીઓ ધર્મેશ મકવાણાની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાઇ હતી, જેમાં જયેશ રાદડિયા નવા બેંક ચેરમેન તરીકે નિમણૂક પામ્યા હતા.
નોંધનીય છે કે, નાબાર્ડે સમગ્ર દેશની નમૂનેદાર જિલ્લા બેંકનો એવોર્ડ રાજકોટ જિલ્લા બેંકને આપ્યો છે અને આ બેંકની વહીવટી કામગીરીનું પણ નાબાર્ડ સમયાંતરે નિરીક્ષણ કરતું રહે છે.
રાજકીય કારકીર્દી પર નજર કરીએ તો તેઓએ 2009થી 2012 સુધી ધોરાજીના ધારાસભ્ય રહી ચૂક્યા છે, તો 2013થી જેતપુરના ધારાસભ્ય હાલ ચાલુ. રાજકોટથી લઇ જામકંડોરણાની પટેલની અલગ અલગ નવ જેટલી સંસ્થાઓમાં પ્રમુખ તરીકેની જવાબદારી તેઓ સંભાળે છે.
રાજકોટઃ જયેશ રાદડિયાએ આજે રાજકોટ જિલ્લાની સહકારી બેન્કમાં પોતે ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. રાજકોટમાં જિલ્લા સહકારી બેન્ક દેશની અગ્રીમ સહકારી બેન્કોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અત્યાર સુધી બેન્કના ચેરમેન તરીકે વિઠ્ઠલ રાદડિયા પદ સંભાળતા હતા હવે તેમની જગ્યાએ પુત્ર જયેશ રાદડિયા કાર્યભાર સંભળાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -