રાજકોટઃ યુવતીએ યુવક સાથે સંબંધ બંધાતા લગ્ન કરવા માટે પકડી જીદ, શું આવ્યો અંજામ?
જોકે, શૈલેષે કહેલ કે લગ્ન તો આજે પણ નહીં કરું અને કાલે પણ નહીં કરું. વધુ બોલાચાલી થતાં હું રડવા માંડી હતી. આથી તે ઉશ્કેરાઇને નીચે જતો રહ્યો હતો. હું અગાસીએ જ હતી. થોડીવાર બાદ તે ઘરમાંથી કેરોસીનનું ડબલું લાવ્યો હતો અને મારી ઉપર રેડી દઇ દિવાસળી ચાંપી દેતાં ભડકો થતાં તે ભાગી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીએ પોલીસને આપેલા અંતિમ નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં શૈલેષને વાત કરી કે તારા કાકા હકાભાઇની દિકરીના હમણા લગ્ન છે તો આપણે પણ સાથે લગ્ન કરી લઇએ. આથી શૈલેષે કહ્યું કે મારે તો તારી સાથે લગ્ન કરવા જ નથી. આથી અમારી વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. મેં તેને કહ્યું કે મેં તો તને મનોમન મારો પતિ માની લીધો છે અને સાચો પ્રેમ કર્યો છે.
અંજલીએ દેકારો મચાવતાં પરિવારના સભ્યો અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને ગોદડુ નાંખી આગ બુઝાવી હતી અને 108 બોલાવી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. અહીં અંજલી પોલીસને આપેલા નિવેદનને આધારે શૈલેષ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે અને તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
અંજલીએ રાત્રે ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે મારા બાપુજી અસ્થીર મગજના છે અને મારી બીજી બે બહેનો કોમલ તથા પાયલના લગ્ન થઇ ગયા છે. નાના ભાઇનું નામ રવિ છે. મારા માતાએ બીજા લગ્ન કરી લીધા છે. મારે બે વર્ષથી અમારી જ જ્ઞાતિના અને નવાગામમાં જ રહેતાં શૈલેષ ભખોડીયા (કોળી) સાથે પ્રેમ હોઇ અમે અવાર-નવા મળતાં હતાં. હું ધોરણ સાત સુધી ભણેલી છું.
નવાગામમાં સાત હનુમાનની સામેના ભાગે રહેતી અંજલી દેવજીભાઇ બાહુકીયા(ઉ.૧૮) અને આ જ ગામના શૈલેષ ભાખોડીયા સાથે બે વર્ષ પહેલા પ્રેમસંબંધ બંધાયા હતા. દરમિયાન ગઈ કાલે મંગળવારે રાતે શૈલેષ અંજલીને મળવા માટે તેના ઘરે આવ્યો હતો. આથી અંજલી તેને ઘરની અગાશી પર લઈ ગઈ હતી. આ સમયે અંજલીના પિતા ઘરમાં સૂતા હતા.
રાજકોટઃ નવાગામની યુવતી બે વર્ષ પહેલા એક યુવકના પ્રેમમાં પડી હતી અને આ પ્રેમસંબંધ આગળ વધતાં યુવતીએ યુવક સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, યુવકે ચોખ્ખા શબ્દોમાં લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, લગ્નની વાતથી ઉશ્કેરાઇ ગયેલા યુવકે યુવતીને જીવતી સળગાવી દીધી હતી.
અંજલીએ પોલીસને જણાવ્યું હતું કે, શૈલેષે લગ્ન તો હું કરવાનો જ નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. આથી મેં તેને જો તું લગ્ન નહિ કર તો હું આપઘાત કરીશ તેમ કહેતાં તેણે 'તો મરી જા' તેમ કહી દીધુ હતું. વધુ ઝઘડો થતાં તે તું નહિ મર તો હું મારીશ, કહી કેરોસીનનું ડબલુ નીચેથી લાવી છાંટી દઇ કાંડી ચાંપી દીધી હતી અને ભાગી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -