રાજકોટઃ મનપાની ઓફિસમાં જ દારૂની મહેફિલ, પોલીસની રેડ પડતાં ઝડપાયા ક્યા અધિકારી ? જાણો વિગત
આ ભાગદોડનો લાભ લઈને ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, પણ મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર રાજેશ ટાંક દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા. રાજેશ ટાંકની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. દારૂની મહેફિલમાં કોણ કોણ હતું તે પૂછપરછ બાદ બહાર આવશે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગીત ગુર્જરી સોસાયટીમાં આવેલી વોર્ડ ઓફિસમાં દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડતાં મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા. આ ઈન્સ્પેક્ટર ચાર લોકો સાથે મહેફિલ માણતા હતા પણ રેડ પડતાં બાકીના ચાર લોકો ભાગી ગયા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે શહેરના એરપોર્ટ રોડ પર ગીત ગુર્જરી સોસાયટીમાં રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની જાણ કોર્પોરેટર જયમીન ઠાકરને થઇ હતી. તેમણે વિજીલન્સ પોલીસને જાણ કરી હતી. વિજીલન્સ પોલીસે તરત એસઆરપી સાથે રેડ પાડતાં ભાગદોડ મચી હતી.
ગાંધીગ્રામ પોલીસે સેનેટરી ઈનેસ્પેક્ટર રાજેશ ટાંકની ધરપકડ કરી હતી જ્યારે નાસી છૂટવામાં સફળ થયેલી ચાર વ્યક્તિની તપાસ આદરી છે. આ ઘટનામાં સ્થાનિક કોર્પોરેટરને મહેફિલ ચાલતી હોવાની જાણ થતાં તેમણે વિજીલન્સ પોલીસને જાણ કરી હતી અને પોલીસે રેડ પાડતાં દારૂની મહેફિલ ચાલતી હોવાનું સાબિત થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -