53 વર્ષની મહિલા 28 વર્ષના યુવકને પરણી, 13 વર્ષના છોકરાને દત્તક લઈ 1.20 કરોડનો વિમો લીધો ને......
વર્ષ-૨૦૧૫થી આ શખ્સો ગોપાલની હત્યા માટે સક્રિય હતા આખરે ગત તા.૮ના રોજ કાવત્રુ પાર પાડવામાં આવ્યુ હતુ અને સોમવારની રાત્રે પોલીસે નિતેષ મુડની ધરપકડ કરી મોટી સફળતા મેળવી હતી. એસ.પી.નિલેશ જાજડીયાએ જણાવ્યું કે, બાળક ગોપાલ સંજાણીની હત્યામાં એનઆરઆઇ દંપતીની સંડોવણી ખુલી હોય તેની ધરપકડ માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટનામાં એસપી નિલેશ જાજડીયાના માર્ગદર્શન અને માંગરોળ ડીવાયએસપી વાઘેલાની રાહબરીમાં કેશોદ પી.આઇ.ટીલવા વગેરેએ સોમવારની રાત્રે રાજકોટ-રહેતો પંજાબી નિતેષ શ્યામ મુંડવી ધરપકડ કરી ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. બાળકની વીમા પોલીસીની રૂ.૧.૩૦ કરોડની માતબર રકમ મેળવવા માટે ગોપાલને દતક લેનાર એનઆરઆઇ મહિલા આરતી ધીર ઉપરાંત તેનો પતિ કવલ જીત મહેન્દ્રસિંઘે અને નિતેષ શ્યામલાલે ષડયંગ રચ્યુ હતું.
માળિયાના ૧૧ વર્ષીય ગોપાલ ગોવિંદભાઇ સેજાણી કેશોદના માણેકવાડા પાસે બે શખ્સે અપહરણનો પ્રયાસ કરી છરીમારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બાળકનું રાજકોટ ખાતે સારવારમાં મોત થતા કેશોદ પોલીસે હત્યાની કલમ ઉમેરી અજાણ્યા ઇસમો સામે કાર્યવાહી કરી હતી.
શ્રી જાજડિયાએ જણાવેલ કે, આરતી અને તેના પતિ કવલજીતનું વોરન્ટ મેળવવા તજવીજ શરૂ કરાઇ છે વોરન્ટ મેળવ્યા બાદ આ દંપતીને ફરાર જાહેર કરવામાં આવશે. દરમિયાનમાં તપાસનીસ પી.આઇ ટીલવાએ ગઇકાલે સાંજે નિતેષ મુંડને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે છ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. બાળકની હત્યામાં નિતેષની સાથે અન્ય સામેલ શખ્સોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
રાજકોટઃ 8 ફેબ્રુઆરીના રોજ 12 વર્ષના એક અનાથ બાળક ગોપાલની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. બાળકની હત્યાનું કાવતરું એક એનઆરઈ મહિલાએ રચી હી, જેને બે અન્ય લોકોએ મદદ કરી હતી. ત્રણેય પહેલા બાળકને દત્તક લીધો અને તેનો વીમો ઉતારવાની યોજના બનાવી. ત્યાર બાદ વીમાની રકમ માટે તેની હત્યા કરવાની યોજના બનાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -