'નટુ સભામાં આવશે તો મારી નાંખીશું ને લાશ પણ હાથ નહીં લાગે', હાર્દિકના વિરોધીને કોણે આપી ધમકી?
જોકે, આ રેલી પહેલા કલેક્ટર દ્વારા જિલ્લામાં 144ની કલમ લાગુ કરી દેવાતા સભા થઈ શકી ન હતી. પરંતુ હાર્દિક સંત ભોજલરામના દર્શન કરવા ગયો હતો. તે દરમિયાન જેતપુરમાં પાસ અને એલપીએસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો અને બબાલ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધમકી પછી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને પહોંચેલી નટુની પત્ની સાહિસ્તાબેને પોલીસને અરજી આપી હતી. જેને આધારે પોલીસે આ પાંચેય શખ્સો સામે જાનથી મારી નાંખવાની ધમકીનો કેસ નોંધ્યો હતો. પોલીસે ફરિયાદને પગલે આરોપીઓેને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. નટુ ગાંડાએ વીડિયો વાયરલ કરી હાર્દિક પટેલને પડકારાતાં તેની 21મી ફેબ્રુઆરીએ દેવકી ગાલોળ ગામે સભાનું આયોજન કરાયું હતું.
આ પાંચેય શખ્સો નટુને ધમકી આપવા આવ્યા ત્યારે તે ઘરે નહોતા. આથી તેમણે તેમની પત્નીને ધમકી આપી હતી. નટુની પત્ની સાહિસ્તાબેનની ફરિયાદ છે કે, આ પાંચ શખ્સોએ ધમકી આપી હતી કે, નટુને કહી દે જે કે કાલે સભામાં આવે નહીં, જો આવશે તો જાનથી મારી નાંખીશું અને તેની લાશ પણ હાથ નહીં આવે.
હાર્દિક પટેલ દેવકીગાલોળમાં સભા કરવા આવવાનો હતો, તે પહેલા આંદોલનના ફંડનો હિસાબ માગતો એક વીડિયો નટુ ગાંડાએ વાયરલ કર્યો હતો. આ વીડિયોને લઈને ગત 20મી ફેબ્રુઆરીએ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જગદીશ પાંભર અને જેતપુર પાસ કન્વીનર શૈલેષ સાવલીયા તેમજ અન્ય બે-ત્રણ અજાણ્યા શખ્સોએ બોરડી સમઢીયાળા ગામે જઈને નટુ ગાંડાની પત્નીને ધમકી આપી હતી.
જેતપુર: હાર્દિક પટેલને જેતપુરમાં સભા કરી બતાવવાની ચેલેન્જ આપનાર નટુ ગાંડાના જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ તેની પત્નીએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નટુની પત્નીની ફરિયાદ છે કે, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અને જેતપુર પાસના કન્વીનરે તેના ઘરે જઈને તેને મારી નાંખવાની ધમકી તેની પત્નીને આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -