રાજકોટઃ બોગસ લગ્ન કરી ફાઇવ સ્ટાર હોટલમાં સુહાગરાત માણી ભાગેલો નબીરો ક્યાંથી ઝડપાયો?
રાજકોટ : ગોંડલમાં ઓઇલ મિલોના માલિકે લગ્નનું ખોટું સર્ટિફિકેટ બનાવી યુવતી સાથે શારિરીક સંબંધો બાંધ્યા પછી તરછોડી દીધાની ઘૃણાસ્પદ ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. પોતાની સાથે ફ્રોડ થતાં યુવતીએ પતિ તેમજ સાસુ-સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા નરાધમ યુવકની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા હતા, પરંતુ યુવક ફરાર થઈ ગયો હતો. જે પંચગીનીથી ઝડપાયો છે. તેમજ તેને જેલ હવાલે કરાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી થોડા દિવસ સુધી પોતાના ઘરમાં પત્ની તરીકે રાખી હતી. દરમિયાન અન્ય પટેલ યુવતી સાથે લગ્નની વાત આવતા નિખિલે યુવતીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. યુવતીએ લગ્ન કર્યાનું અને તેનું સર્ટિફિકેટ હોવાનું કહેતા, નિખિલે આ સર્ટી ખોટું હોવાનું જણાવી માતા-પિતા કહેશે ત્યાં જ લગ્ન કરશે તેવું જણાવ્યું હતું.
આ પછી તે 15 દિવસ સાસરે રોકાઇને માવતર ચાલી ગઇ હતી. ત્યાર પછી પણ બે વખત સાસરે ગઇ હતી. છેલ્લે માવતર હતી ત્યારે પતિ નિખિલે સ્પષ્ટતા કરી હતી કે, આપણા લગ્નના સર્ટિફિકેટ બોગસ હતા, રજિસ્ટર્ડ નથી કરાવ્યા. મારા માતા-પિતા કહે ત્યાં લગ્ન કરીશ. પતિના શબ્દો સાંભળીને પગતળેથી ધરતી સરકી ગઇ હતી.
સહી થઇ ગયા પછી નિખિલે કહ્યું કે, હવે આપણા લગ્ન થઇ ગયા છે, તું મારી કાયદેસરની પત્ની થઇ ગઇ છો. રાત્રે ઇમ્પિરિયલ પેલેસ હોટેલમાં મધુરજની માટે રૂમ બુક કરાવી શરીરસંબંધ બાંધ્યો હતો. બાદમાં ગોંડલ નિખિલના ઘરે ગયા હતા. જ્યાં સસરા રમણીકભાઇ અને સાસુ હંસાબેને લગ્ન મંજૂર ન હોવાનું જણાવ્યું હતું. તેમણે આરોપ મૂક્યો હતો કે તે મિલકત માટે મારા પુત્રને ફસાવ્યો છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે માર્કેટિંગ કંપનીમાં હોવાથી ત્રણેક વર્ષ પહેલાં ગોંડલના નિખીલ ભૂતનો સંપર્ક થયો હતો. અવાર નવારની મુલાકાત પ્રેમમાં પલટાઇ હતી. તેની સાથે લગ્ન કરવા ઇચ્છતા નિખિલે 25 એપ્રિલ, 2017ના રોજ તેને કોર્ટ મેરેજ માટે રાજકોટ મોચીબજાર કોર્ટ પાસે બોલાવી હતી. નિખિલે કહ્યું તમામ કાગળમાં સહી કરી આપી હતી.
આમ, યુવતીને ખોટું સર્ટિફિકેટ બનાવી પોતાની હવસ સંતોષી હોવાનું સામે આવતાં યુવતીએ પતિ તેમજ સાસુ-સસરા વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી ઓઇલમિલના માલિક રમણિકભાઈ ભૂતની અટકાયત કરી આરોપી નિખીલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પછી યુવતીને હોટેલમાં લઈ જઈને નિખિલે તેની સાથે સુહાગરાત મનાવી હતી. જોકે, આ લગ્ન ખોટા હોવાનું સામે આવતાં યુવતીએ ફરિયાદ કરી છે. નિખિલે અગાઉ યુવતીને પ્રેમસંબંધમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધવા દબાણ કર્યું હતું. જોકે, લગ્ન પહેલા શારીરિક સંબંધનો ઇનકાર કરતાં નિખિલે ગત 25 એપ્રિલ મહિનામાં લગ્નનું બોગસ સર્ટિફિકેટ બનાવી યુવતી સાથે હોટેલમાં સુહાગરાત મનાવી હતી.
અમદાવાદમાં રહેતી અને માર્કેટિંગ કંપનીમાં ફરજ બજાવતી યુવતી ત્રણ વર્ષ પહેલાં ગોંડલમાં નિખિલ ઓઇલ મિલ તેમજ ગોમટામાં પંથરાજ રિફાઇનરી સહિતની મિલો ધરાવતા રમણિકભાઈ ભૂતના પુત્ર નિખિલ પટેલના સંપર્કમાં આવી હતી. પરિચય પછી પ્રેમ થઈ જતાં અઢી મહિના પહેલા પ્રેમિકાના રાજકોટ બોલાવી કેટલાક કાગળો પર સહી કરાવી હતી અને લગ્ન થઈ ગયા હોવાનું નાટક કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -