ભુજ પાસે અકસ્માતમાં 9 પાટીદાર યુવાનોનાં મોત, છ પરિવારે એકના એક દીકરાને ગુમાવ્યા, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યુવાનો ગઈ કાલે સાંજે 9:30 વાગ્યે કચ્છ ફરવા માટે નિકળ્યા હતા. ત્યારબાદ આજે સાંજે 5:30 વાગ્યે અકસ્માત થતા કારમાં સવાર તમામ 9 પટેલ યુવાનોના મોત થયા હતા. આ અકસ્માતમાં 6 પરિવારોએ તેમના એકના એક પુત્રને ગુમાવવાનો વારો આવ્યો છે. અકસ્માતની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારને બસથી અલગ કરવા માટે JCBની મદદ લેવાઈ હતી. આ અકસ્માત અંગે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું કે આ અકસ્માતમાં તમામ યુવાનો ધોરાજી નજીકના મોટા ગુંદાળા ગામના પટેલ પરિવારના છે.
ભુજ: ઉત્તરાયણના શુભ પર્વે બનેલી એક ગોઝારી ઘટનામાં કહેવાર નિમિત્તે ફરવા નિકળેલા ધોરાજીના મોટા ગુંદાળા ગામના 9 પટેલ યુવાનો અકસ્માતમાં મૃત્યુ પામતાં હાહાકાર મચી ગયો છે. કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર નંબર GJ-3 -EC-3681 વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો તેમાં આ 9 યુવાનો મોતને ભેટ્યા હતા.
આ અકસ્માત ભુજથી ખાવડા તરફ જતાં માર્ગ પર લોરીયા ચેકપોસ્ટ પાસે ઈકો કાર અને બસ વચ્ચે સર્જાયો હતો. બસની ટક્કરથી મૃતકો જે ઈકો કારમાં જતા હતા તેનો ખુરદો બોલી ગયો હતો. ભુજની હોસ્પિટલ ચોકીએથી પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ઘટના સાંજે 5.40 વાગ્યાની આસપાસ બની હતી.
આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 પટેલ યુવાનોનાં મોત થયાં હતાં અને 5 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.. મૃતકોમાં હાર્દિક રજનીકાંત બાંભરોલિયા, રાજ સેંજલિયા, જયદીપ બૂટાણી, પ્રશાંત સાકળીયા, પિયુષ ખોખર, ગૌરવ કોટડીયા, વિજય ડોબરીયા, મયુર પટેલ અને મિલન પટેલનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -