પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આવી ચૂકી છે અનેક ફિલ્મી હસ્તીઓ, કોણ છે ધર્મબંધુજી?
ઉપલેટા નજીક પ્રાંસલા ગામમાં સ્વામી ધર્મબંધુજી દ્વારા આશ્રમનું સંચાલન થાય છે. દર વર્ષે રાષ્ટ્રકથાનું આયોજન થાય છે. રાષ્ટ્રકથા સિવાય સીઆરપીએફ, બીએસએફ વગેરે દળો અને સરહદી ગામોમાં આવેલી શાળાઓમાં નાના પાયે શિબિર કરવામાં આવે છે. તેમજ દર બે વર્ષે સમૂહલગ્નનું આયોજન થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાસલામાં પહેલી રાષ્ટ્રીય શિબિર યોજી હતી જેમાં 5 હજાર યુવાનોએ લાભ લીધો હતો. બીજી શિબિરમાં 2500 યુવતીઓએ લાભ લીધો હતો. ધીમે ધીમે આ વ્યાપ વધતો જાય છે. આ વખતે દેશભરમાંથી યુવાનો અને યુવતીઓ લાભ લઇ રહ્યા છે.
સ્વામીએ જણાવ્યું હતું કે, માત્ર ઇતિહાસના આધારે દેશનું ઘડતર ન થાય. ઇતિહાસને આધાર બનાવી દેશનો વર્તમાન શું છે, ક્યાં ક્ષેત્રમાં શું થઇ રહ્યું છે તેનો ખ્યાલ નવી પેઢીને આપવો જોઇએ અને આથી જ અમે આ રાષ્ટ્રકથા શિબિર શરૂ કરી હતી.
રાષ્ટ્રકથા નવ દિવસ સુધી ચાલે છે. ધર્મબંધુ સ્વામીનું મુખ્ય લક્ષ્ય દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવતીઓ આવે તે રાષ્ટ્રકથાનું શ્રવણ કરે. ધર્મબંધુજીએ જણાવ્યું હતું કે, હું ચેલા-ચેલી બનાવતો નથી. મારૂ ધ્યેય રાષ્ટ્ર માટે સારા નાગરિક બનાવવાનું છે.
બોલીવૂડના જાણીતા એક્ટર અમિતાભ બચ્ચન, પરેશ રાવલથી માંડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી જેવા અનેક મહાનુભાવો ધર્મબંધુના આશ્રમ દ્વારા આયોજીત રાષ્ટ્રીય શિબિરમાં હાજરી પુરાવી ચૂક્યા છે.
સ્વામી ધર્મબંધુજી પોલીસ ઓફિસર રહી ચૂક્યા છે. ચાર વર્ષ પોતાની ડ્યુટી બજાવ્યા પછી સીબીઆઇમાં જોડાયા હતા. જો કે જોબ દરમિયાન વેદના અભ્યાસે તેમને સંસારથી દૂર કર્યા અને તેમણે સંસાર છોડી દીધો. એ પછી તેઓ હિમાલયમાં એકથી દોઢ વર્ષ રહ્યા અને પછી દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ફરતા રહ્યા. ત્યારબાદ ગુજરાત આવી એને જ પોતાનું કાર્યસ્થાન બનાવી લીધું.
રાજકોટ: રાજકોટના ઉપલેટાના પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. મળતી વિગતો અનુસાર, મોડી રાત્રે શોટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ શિબિરનું આયોજન સ્વામી ધર્મબંધુએ કર્યું હતું. સ્વામી ધર્મબંધુએ પ્રાંસલામાં એક વિશાળ ગૌશાળા બનાવીને એમાં જ પોતાનો આશ્રમ બનાવ્યો છે. આ શિબિરમાં સૈન્યના અધિકારીઓ યુવક-યુવતીઓને સેલ્ફ-ડિફેન્સના પાઠ ભણાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -