રાજકોટઃ 60 વર્ષના હવસખોરે ઘરમાં ઘૂસી 15 વર્ષની સગીરા સાથે પરાણે માણ્યું સેક્સ, કઈ રીતે પાપ પોકાર્યું? જાણો વિગત
આ ઘટનાની વિગત એવી છે કે, સીતારામ સોસાયટીમાં રહેતાં 37 વર્ષના મહિલા બુધવારે બપોરે મહિલા પોલીસમથકે દોડી ગયા હતા અને તેમણે પોતાની સગીરવયની પુત્રી પર બળાત્કાર થયાની ફરિયાદ કરી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા લક્ષ્મણ કડીયાનું નામ આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: રાજકોટમાં 15 વર્ષની સગીરાને પડોશમાં રહેતા 60 વર્ષના હવસખોર વૃધ્ધે બે દિવસ સુધી હવસનો શિકાર બનાવીને સેક્સ માણ્યું હોવાનો આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઇ છે. સગીરાને હવસખોરે ધમકાવતાં તે ચૂપ રહી હતી પણ બુધવારે પેટમાં દુઃખાવો થતાં ભાંડો ફૂટ્યો હતો.
લક્ષ્મણ પરેશાન કરશે તેવા ભયથી સગીરા ચૂપ રહી હતી, પરંતુ બુધવારે સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં સગીરા ભાંગી પડી હતી અને આપવીતી વર્ણવતાં તેની માતા સ્તબ્ધ થઇ ગઇ હતી. તેણે તરત આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
પુત્રી ઘરકામને કારણે થાક્યાનું માની પરિવારજનોએ તેના વર્તન અંગે પૂછપરછ કરી નહોતી. જોકે, બીજા દિવસે પણ સગીરાના પરિવારજનો કામે જવા બહાર નીકળ્યા તે સાથે જ લક્ષ્મણ ઘરમાં ઘૂસી ગયો હતો અને ફરીથી સગીરાને નિશાન બનાવી તેની સાથે સેક્સ માણ્યું હતું. સતત બે દિવસ સુધી લક્ષ્મણે અપકૃત્ય કર્યું હતું.
લક્ષ્મણે ઘરમાં ઘૂસીને સગીરા સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. સગીરાએ પ્રતિકાર કરવાની કોશિશ કરતાં નરાધમ લક્ષ્મણે તેને ધમકી આપી ચૂપ કરાવી હતી અને સગીરા સાથે સેક્સ માણ્યું હતું. ઘટનાથી સગીરા સ્તબ્ધ થઇ ગઇ હતી. સાંજે પરિવારજનો આવ્યા ત્યારે પણ તે ચૂપ રહી હતી.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે દિવસ દરમિયાન કામે જતાં હતા ત્યારે તેમની 15 વર્ષની પુત્રી ઘરમાં એકલી રહેતી હતી. 28 ડિસેમ્બરની બપોરે પાડોશી 60 વર્ષની વયના લક્ષ્મણ કડીયા ઘરમાં ઘૂસી ગયો હતો. પાડોશી હોવાને કારણે કોઇ કામ માટે આવ્યો હશે એવું માની સગીરાએ તેને ઘરમાં આવવા દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -