દિનેશ બાંભણીયા સામે કોણે નોંધાવી બે કરોડની છેતરપિંડીની ફરિયાદ? કેવી રીતે કરી છેતરપિંડી?
રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર દિનેશ બાંભણીયા સામે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 1.97 કરોડની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે. ખૂદ બાંભણીયાના બનેવીએ આ ફરિયાદ કરી છે. તેમણે 18 ચેકમાં બનાવટી સહી કરી ખોટા દસ્તાવેજ ઊભા કરીને છેતરપિંડ કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારવીયાની ફરિયાદ છે કે, બેંક વધુ લોન આપતી ન હતી. એટલે માટે બાંભણીયાએ આવું ત્રાગું રચ્યું છે. તેણે ઠગાઈ કર્યા પછી પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કર્યું હતું અને ધમકી પણ આપી હતી. તેમનો આરોપ છે કે, બાંભણીયાએ ઇરાદાપૂર્વક સાચા દસ્તવાજોને ખોટા કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી છે.
બાંભણીયાના બનેવી સુરેશભાઈ મારવીયાની ફરિયાદને આધારે પોલીસે બાંભણીયાની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. દિનેશે સગા બનેવીને વિશ્વાસમાં લઈ ચેકમાં નકલી સહી કરી બે કરોડ જેટલી માતબર રકમ આરટીજીએસ કરાવી લીધી હતી. ધંધો કરવા માટે દેના બેંકમાંથી લોન અપાવવાનું કહીને 1.97 કરોડ કેશ ક્રેડિટ મંજૂર કરાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -