ગુજરાતનાં આ ગામમાં લોકો ઢોર માટેના હવાડામાં ભરેલું પીવાનું પાણી પીવા મજબૂર, જાણો વિગત
પોરબંદર: પોરબંદર તાલુકાના ભાવપરા ગામે પાણીની સમસ્યાના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવપરામાં દરરોજ 30 હજાર લીટર પાણીનું વિતરણ કરવામાં આવે છે, આ પાણી પીવાલાયક ન હોવા છતાં નાછૂટકે ભાવપરા ગામના લોકો આ પાણી પીવા માટે મજબુર છે. ભાવપરા ગામના લોકો હવાડામાં ભરેલું પીવાનું પાણી માટે મજબૂર બન્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાણીના ટાંકાથી વિતરણ કરાતું પાણી દૂષિત હોવા છતાં નાછૂટકે મજબુર થઈને પાણીનો પીવામાં ઉપયોગ કરવો પડી રહ્યો છે તેવું મહિલાઓએ પણ જણાવ્યું હતું.
પોરબંદર જિલ્લાના મીંયાણીથી માધવપુર સુધીના દરિયાકિનારા વિસ્તારમાં પાણીના તળ ખારા છે. આ દરિયાકિનારે આવેલ ગામડાઓના પાણીના તળ ખારા હોવાને કારણે લોકોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
2500 ની વસ્તી ધરાવતા ભાવપરા ગામે 30 વર્ષથી પીવાના પાણી માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના ટાંકાથી પાણીનું વિતરણ તો કરાય છે પરંતુ વિતરણ કરવામાં આવી રહેલું પાણી પીવાલાયક ન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -