રાજકોટઃ ભાજપે નવજાત દીકરીઓને ચાંદીનો સિક્કો આપ્યો તો કોંગ્રેસના ક્યા નેતાએ સોનું આપ્યું ? જાણો વિગત
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સીએમ વિજય રૂપાણીએ આજના દિવસે જન્મેલી બાળકીઓને 5 ગ્રામ ચાંદીનો સિક્કો, મમતા કીટ, મીઠાઈ બોક્સ અને ફૂલો આપી શુભેચ્છા પાઠવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નં 12ના કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંક દ્વારા દિકરીના જન્મ થતા વધવવામાં આવી હતી. પુત્રીઓની માતાને કોંગ્રેસ કોર્પોરેટરે સોનાનો દાણો આપ્યો હતો તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેને જનાના હોસ્પિટલમાં આજે જન્મેલી દિકરીઓને સરકારી કિટ આપી ચાંદીનો સિક્કો આપ્યો હતો.
અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્ત્રી રેશિયો ઘટતો હોવાથી રાજ્ય સરકાર બાળકીઓના જન્મને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્નશીલ છે. થોડા સમય પહેલા રાજ્યમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનો રેશિયો ઘટ્યો હોવાનો અહેવાલ આવ્યા બાદ આજે સરકારે દિકરીઓના જન્મને વધાવી રહી છે.
ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલે અંજલિબેન રૂપાણી પહોંચ્યા હતા. આજે દિકરીના જન્મને સરકારે ચાંદીના સિક્કા સહિતની કિટ આપી વધાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અંજલીબેન રૂપાણી હાજર રહ્યા હતા અને ઘટના જતા દિકરીના નીચા પ્રમાણ પર ચિંતા વ્યક્ત કરી હતી. દિકરીઓને જન્મ આપનાર માતા પિતાની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યાં હતા.
વિશ્વ મહિલા દિન નિમિતે કોંગ્રેસે પણ ઉજવણી કરી હતી. સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નં 12ના કોર્પોરેટર વિજય વાંક દ્વારા દિકરીના જન્મ થતા વધવવામાં આવી હતી. પુત્રીઓની માતાને કોંગ્રેસ કોર્પોરેટરે સોનાનો દાણો આપી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી અને ઘટતા જતા દિકરીના પ્રમાણ અંગે ચિંતા કરી સરકારે આ મુદે કંઇક યોગ્ય કરવા ટકોર કરી હતી. સમાજમાં કુરીવાજો અને દિકરીને આજે પણ જન્મ ન આપવાની માનસિકતા અંગે જાગૃતિ લાવવા સમયાંતરે કાર્યક્રમો આપવાનુ જણાવ્યું હતું.
રાજકોટ: વિશ્વ મહિલા દિવસ નિમિતે રાજકોટ શહેર અને જિલ્લામાં ‘નન્હી પરી’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્નીએ જનાના હોસ્પિટલમાં આજે જન્મેલી દિકરીઓને સરકારી કિટ આપી ચાંદીનો સિક્કો આપ્યો હતો, તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નં 12ના કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંક દ્વારા દિકરીના જન્મ થતા વધવવામાં આવી હતી. પુત્રીઓની માતાને કોંગ્રેસ કોર્પોરેટરે સોનાનો દાણો આપ્યો હતો. ત્યારે પુત્રી જન્મમાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે હરિફાઇ હોયો તેવું જોવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -