સૌરાષ્ટ્રના ‘બાહુબલી’ પાટીદાર નેતા પર બની રહી છે ફિલ્મ, જાણો કોણ છે એ નેતા?
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ‘બાહુબલી’ પાટીદાર નેતા મનાતા વિઠ્ઠલ રાદડિયાના જીવન પરથી ફિલ્મ બની રહી છે. સૌરાષ્ટ્રમાં વગદાર ખેડૂત નેતા તરીકેની વર્ચસ્વ ધરાવતા પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા પરની આ ફિલ્મનું નામ 'વિઠ્ઠલા' છે. આ ફિલ્મનું શૂટિંગ હાલ જેતપુર તથા આસપાસના વિસ્તારોમાં ચાલી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાદડિયા ભાજપમાં જોડાયા હતા પણ પછી શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો ત્યારે તેમની સાથે ગયા હતા. વાઘેલાના પ્રધાનમંડળમાં કેબિનેચ પ્રધાન બન્યા હતા. પછી વાઘેલા સાથે કોંગ્રેસમાં જોડાયા હતા અને સંસદસભ્ય બન્યા હતા. જો કે વિરોધપક્ષના નેતા ના બનાવાતાં તેમણે કોંગ્રેસને રામ રામ કર્યા અને ફરી ભાજપમાં જોડાયા.
વિઠ્ઠલભાઇ રાદડિયાએ તાલુકા પંચાયત ખાટલીમાંથી અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી જીતી હતી અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજકીય સફર શરૂ કરી હતી. બાદમાં અપક્ષ તરીકે જ ધારાસભ્ય બન્યા હતા અને પછી કેબીનેટ મંત્રી, સાંસદ સુધી કેવી રીતે પહોંચ્યા તે સમગ્ર વાત ફિલ્મમાં આવરી લેવામાં આવી છે.
વિઠ્ઠલ રાદડિયા સાથે સંકળાયેલાં નગરનાકાં, સ્કૂલ વિસ્તારમાં હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ, કેમેરામેન, લાઇટમેન વગેરે ટેકનિશિયન્સના વિશાળ કાફલા સાથે વિઠ્ઠલભાઇ રાદડીયાએ જ્યાં સંઘર્ષ કરીને આમ જનતાની મુશ્કેલીઓ પાર પાડી છે તેવી જગ્યાઓ પર શૂટિંગની કામગીરી ચાલુ છે.
આ ફિલ્મના નિર્માતા કિશનભાઇ લુણાગરીયા છે જ્યારે ફિલ્મના ડિરેક્ટર લક્કી આનંદ છે. હાલમાં તેમના યુનિટે સૌરાષ્ટ્રમાં ધામા નાંખીને શૂટિંગ શરૂ કર્યું છે. જામકંડોરણા તેમજ આસપાસના વિસ્તારોમાં જુદી જુદી જગ્યાઓ જેવી પર શૂટિંગ કરાઈ રહ્યું છે. ફિલ્મ વાસ્તવિક લાગે એટલે રીયલ લોકેશન્સ પસંદ કરાયાં છે.
સાવ સામાન્ય પરિવારમાંથી આગળ આવીને એક વગદાર નેતા તરીકે સ્થાપિત થનારા વિઠ્ઠલ રાદડિયાના જીવનના સંઘર્ષને આ ફિલ્મમાં રસપ્રદ કથાના રૂપમાં દર્શાવાશે. આ ફિલ્મમાં વડોદરાના દાઢીધારી રૂતેષ પટેલ વિઠ્ઠલભાઇ રાદડિયાનો રોલ ભજવી રહ્યા છે. 'વિઠ્ઠલા' ફિલ્મમાં બીજા પણ જાણીતા કલાકારો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -